નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગુરુવારે રાષ્ટ્રીય રાજધાનીના એરપોર્ટ પર ચહેરાની ઓળખના આધારે હવાઈ મુસાફરોને પ્રવેશની મંજૂરી આપવા માટેની સુવિધા ‘ડીજીયાત્રા’ શરૂ કરી. ‘ડીજીયાત્રા’ દ્વારા, મુસાફરો એરપોર્ટ પર પેપરલેસ એન્ટ્રી મેળવી શકશે અને ચહેરાની ઓળખ દ્વારા મુસાફરોની વિગતો વિવિધ ચેક પોઈન્ટ પર આપમેળે ચકાસવામાં આવશે.

આ જ સિસ્ટમ સુરક્ષા સ્ક્રીનીંગ વિસ્તારોમાં પણ કામ કરશે. આ પેપરલેસ સુવિધા ગુરુવારે દિલ્હી તેમજ વારાણસી અને બેંગલુરુ એરપોર્ટ પર શરૂ થઈ છે. આ સુવિધાનો લાભ લેવા માટે, મુસાફરોએ ‘ડીજીયાત્રા’ એપ પર નોંધણી કરાવવી પડશે અને તેમની વિગતો પ્રદાન કરવી પડશે. તેમાં આધાર દ્વારા વેરિફિકેશન થશે અને પેસેન્જરે પોતાનો ફોટો પણ લેવો પડશે.

એરપોર્ટના ઈ-ગેટ પર, પેસેન્જરે પહેલા બાર-કોડેડ બોર્ડિંગ પાસ સ્કેન કરવાનો રહેશે અને પછી ચહેરાની ઓળખ સિસ્ટમ પેસેન્જરની ઓળખ અને મુસાફરી દસ્તાવેજની ચકાસણી કરશે. આ પ્રક્રિયા બાદ મુસાફર ઈ-ગેટ દ્વારા એરપોર્ટમાં પ્રવેશ કરી શકશે.
READ ALSO
- એફસીઆઇએ ઇ-હરાજીના પ્રથમ બે દિવસમાં ૯.૨ લાખ ટન ઘંઉ ખુલ્લા બજારમાં વેચ્યાં
- ભારતે છેલ્લા પાંચ નાણાકીય વર્ષમાં આટલા કરોડના સૈન્ય ઉપકરણોની કરી આયાત
- ચિલીના જંગલોમાં લાગી ભીષણ આગ, આગ પર કાબુ મેળવવા 63 એરક્રાફ્ટનો કાફલો તૈનાત, 13 લોકોના મોત
- હિટલર પર વિજયની 80મી જયંતિની ઉજવણી વચ્ચે પુતિન ન્યુક્લિયર સૂટકેસ સાથે દેખાતા અનેક અટકળો
- Adani row/ વીમા પોલીસી ધારકોને ધ્રાસકો, હવે LIC પોલીસી ધારકોના રૂ.૫૫.૦૫૦ કરોડ ધોવાઇ ગયા