વર્તમાન સમયમા ભારતીય નાગરિકની ઓળખ તેના આધાર કાર્ડ પરથી થાય છે માટે દરેક વ્યક્તિ પાસે આધાર કાર્ડ હોવું ખૂબ જ જરૂરી છે. હાલ આધાર કાર્ડ એ એક મહત્વનું દસ્તાવેજ બની ગયુ છે. તેના વગર તમારા કોઈપણ કાર્ય શક્ય નથી ભલે પછી તે મુસાફરી કરવા માટે ટિકિટ બૂકિંગનું હોય કે પછી કુરિયરની ડિલિવરીનું હોય આધાર હાલ દરેક જગ્યાએ ફરજીયાત બની ગયુ છે. ઘણા લોકોએ અજાણતા પોતાના મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક કર્યા નથી જેના કારણે તેમણે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે ત્યારે આ લોકો માટે આજે અમે એક સારા સમાચાર લઈને આવ્યા છીએ.

જો તમારા મોબાઈલ નંબર તમારા આધારકાર્ડ સાથે કોઈ કારણવશ લિંક નથી થયા તો ચિંતા ના કરશો. આજે અમે તમારા માટે એક એવી સરળ રીત લઈને આવ્યા છીએ કે, જેને અજમાવીને તમે મોબાઈલ નંબર વિના પણ તમારા આધારકાર્ડને ડાઉનલોડ કરી શકશો. આ માટે તમારે બસ એક વૈકલ્પિક નંબર ઉમેરવો પડશે. આ માટે તમારે અમુક સરળ સ્ટેપ્સ ફોલો કરવા પડશે. ચાલો જાણીએ.

આ રીતે મોબાઈલ નંબર વગર કરો આધાર ડાઉનલોડ :
આ પ્રક્રિયા ખૂબ જ સરળ છે. આ પ્રક્રિયા માટે તમારે અમુક નાણાકીય વ્યવહાર કરવાની જરૂર પડશે, તેથી તમારી ઓનલાઇન ચુકવણી પદ્ધતિઓ એક્ટિવ રાખજો. તો અનુસરો આ પગલાં.
- આ માટે સૌથી પહેલા તમારે UIDAI ની વેબસાઈટ પર જવું પડશે અને MY AADHAR વિભાગ પર ક્લિક કરવું પડશે
- ત્યારબાદ Order Aadhaar PVC Card વિકલ્પ પર ક્લિક કરો
- ત્યારબાદ તમારે તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરવો પડશે
- અહીં તમે આધાર નંબરની જગ્યાએ 16 આંકડાનો વર્ચ્યૂઅલ આઈડી પણ યુઝ કરી શકો છો અને ત્યારબાદ કેપ્ચા કોડ દાખલ કરવો પડશે.
- ત્યારબાદ તમારે MY MOBILE NUMBER IS NOT REGISTERED વિકલ્પ પર ક્લિક કરવું પડશે
- હવે તમારે ત્યાં બીજો કોઈ નંબર દાખલ કરવો પડશે જે ચાલુ છે
- આ પછી તમારે સેન્ડ ઓટીપી બટન પર ક્લિક કરવું પડશે અને ત્યારબાદ ઓટીપી દાખલ કરો
- ત્યારબાદ તમે TERMS AND CONDITIONS માં AGREE કરીને SUBMITબટન પર ક્લિક કરી શકો છો.
- એકવાર આ પ્રોસેસ કર્યા બાદ તમને તમારા આધાર લેટરનું પ્રિવ્યુ જોવા મળશે.
- આમ એક ઓપશન પેમેન્ટ માટેનું પણ આવશે. આ માટે તમારે MAKE PAYMENT ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. એકવાર આ થઈ જાય ત્યારબાદ તમે તમારા PC પર તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો અને તેની પ્રિન્ટઆઉટ લઈ શકો છો.
Read Also
- અમદાવાદ / શહેરના યુવાનો કરે છે આ દવાનો નશો, SOGએ ઝડપી પાડ્યો મોટો જથ્થો
- મ્યાનમાર / નોબેલ પારિતોષિક વિજેતા આંગ સાન સુ ચીને વધુ 6 વર્ષની સજા, ભ્રષ્ટાચારનો છે આરોપ
- જબરદસ્તી ભારે પડી/ વરરાજાને પરાણે લાડુ ખવડાવવા કન્યાને ભારે પડ્યા, વરરાજાને આવ્યો ગુસ્સો આવતાં દુલ્હને સપનામાં પણ વિચાર્યું નહીં હોય તેવા કર્યા ખરાબ હાલઃ વીડિયો થયો વાયરલ
- મિશન 2022 / ત્રણ દિવસના પ્રવાસે આવશે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, મહત્વપૂર્ણ મુદ્દાઓ પર થશે ચર્ચા
- મીકા સિંહની થનારી દુલ્હન આકાંક્ષા પુરીએ બતાવ્યો પોતાનો બોલ્ડ લુક, બ્લેક મોનોકિનીમાં પાણીમાં જ લગાવી દીધી આગ