GSTV
Home » News » હવે POPની પ્રતિમાથી નહી થાય પર્યાવરણને નુકસાન, અમદાવાદનાં યુવાનોએ શોધી આ તરકીબ

હવે POPની પ્રતિમાથી નહી થાય પર્યાવરણને નુકસાન, અમદાવાદનાં યુવાનોએ શોધી આ તરકીબ

POPની પ્રતિમાથી પર્યાવરણને નુકસાન થાય છે. કારણકે POPની પ્રતિમા પાણીમાં ઓગળતી નથી. પરંતુ જો POPની પ્રતિમા પાણીમાં ઓગળી જાય તો? આ વાત શકય કરી બતાવી છે અમદાવાદના યુવાનોએ.

  • હવે POPની પ્રતિમાથી નહી થાય પર્યાવરણને નુકસાન
  • POPની પ્રતિમા પણ પાણીમાં ઓગળી જશે
  • અમદાવાદનાં યુવકોએ શોધી નવી પદ્ધતિ

અમદાવાદના બાપુનગરના યુવકોએ POPની પ્રતિમા પાણીમાં ઓગળી જાય તે માટે નવી પદ્ધતિ શોધી કાઢી છે. આ યુવકોએ ખાવાના સોડાનો ઉપયોગ કરીને POPની પ્રતિમા ઓગળી જાય છે તે પદ્ધતિ શોધીને ગણેશ વિસર્જન કર્યુ છે.

POPના મૂર્તિના વજનનો કોસ્ટિક સોડા જે ખાવાના સોડા તરીકે ઓળખાય છે. તેને મૂર્તિ ડૂબે એટલા પાણીમાં ઓગાળીને મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. સમયાંતરે પાણીને હલાવતા POPની મૂર્તિ 24 થી 48 કલાકમાં સંપુર્ણ પણે ઓગળી જાય છે..

આ પાણી ઉત્તમ ખાતર છે જે ઘરના બગીચામાં કે કુંડામાં નાખી શકાય છે. જ્યારે  મૂર્તિનો વધેલા પાવડરથી બોર્ડ પર લખવા માટે ચોકસ્ટીક બનાવી શકાય છે. ત્યારે સરાહનીય આ પદ્ધતિથી જો દરેક પીઓપીની પ્રતિમાનું વિસર્જન લોકો જાતે જ પોતાના ઘરે કરી નાખે તો ચોક્કસપણે પર્યાવરણનું રક્ષણ થાય અને ભગવાનનું અપમાન થતું બચી શકે છે.

READ ALSO

Related posts

ફાઈટર જેટમાં થાઈલેન્ડની રાણીનો જલવો, રાજમહેલની વેબસાઈટ થઈ ક્રેશ

GSTV Desk

મલાલા બોલી પાકિસ્તાનને આપી દો કાશ્મિર, ભારતિય ખેલાડીએ કહ્યું- પહેલા તમે તો પાકિસ્તાન જઈને બતાવો

Kaushik Bavishi

પીએમ મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન, એક દિવસમાં કરશે ત્રણ માતાના દર્શન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!