GSTV
Home » News » ના લોકસભાની ટિકીટ, ના સ્ટાર પ્રચારક, હવે અડવાણીજી શું કરશે?

ના લોકસભાની ટિકીટ, ના સ્ટાર પ્રચારક, હવે અડવાણીજી શું કરશે?

ભાજપના શિખર પુરૂષ રહેલા અડવાણીજી હવે શું કરશે? મોદી-શાહના ભાજપે પણ તેમને ટિકીટ ન આપી અને સ્ટાર પ્રચારકોની યાદીમાંથી પણ બહાર કરી દીધા. અડવાણીની બેઠક પરથી અમિત શાહ ચૂંટણી લડશે. એવામાં અડવાણીને લઈને પાર્ટીમાં અંદરોઅંદર જ ઘણાં સવાલો ઉભા થઈ રહ્યાં છે.

કહેવાઈ રહ્યું છે કે ચૂંટણી જીતી જશે તો રાજ્યસભાની સીટ ખાલી થશે, તેના પર લાલકૃષ્ણ અડવાણીને ઉચ્ચ સદનમાં મોકલી દેવાશે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે તેમના દીકરી પ્રતિભા અડવાણીને તે સીટ પરથી રાજ્યસભામાં મોકલી શકાય. પરંતુ કદાચ અડવાણીજી ખુદ તેના માટે તૈયાર ન થાય.

બીજી ચિંતા તેમની સુરક્ષા અને પૃથ્વીરાજ રોડ પરના તેમના બંગલાની પણ છે. જો તેઓ રાજ્યસભામાં જતા રહે છે તો તેમનો બંગલો બચી જશે. જોકે વાતો તો એવી પણ થઈ રહી છે કે જો તેઓ કોઈ પણ સદનમાં ન જાય તો પણ સુરક્ષાના નામ પર તેમને લુટિયન બંગલામાં રહેવા દેવાશે.

લાલકૃષ્ણ અડવાણીના સંસદીય જીવનની શરૂઆત રાજ્યસભાથી થઈ હતી. તેઓ પહેલી વાર 1970માં દિલ્હીની રાજ્યસભાના સભ્ય તરીકે પસંદગી પામ્યા અને 6 વર્ષ સુધી ઉચ્ચ સદનમાં રહ્યા. તો ઘણાં જાણકારોનું એમ પણ કહેવું છે કે તેમના સંસદીય જીવનનો અંત પણ રાજ્યસભામાં સંસદ તરીકે થશે.

READ MORE:

ત્યારે સવાલ એ પણ થઈ રહ્યો છે કે શું તેઓ તેમની સાથે જે કંઈ પણ થઈ રહ્યું છે તે અંગે મૌન રહેશે કે પછી પોતાના વિચારો વ્યક્ત કરશે. ભાજપના નેતા કહી રહ્યા છે કે તેમણે જાતે જ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો છે. એવું પણ થઈ શકે કે કદાચ ચૂંટણીના પરિણામો બાદ તેઓ પોતાનું મૌન તોડે અને ભાજપની રાજનીતિ પર કંઈ ટિપ્પણી કરે.

Related posts

24 વર્ષના યુવકને પોતાનાથી મોટી ઉંમરની મહિલા સાથે થઈ આંખ મિચોલી, મહિલાએ કહ્યું ‘રોજ સંબંધ બાંધ…’

Bansari

ગરબાના નામે યોજાયો ઢબુડીનો દરબાર, ભાજપ-કોંગ્રેસ નેતાઓનો મુજરો

Nilesh Jethva

દોરા જેવી પાતળી બિકીની પહેરીને બીચ પર ફરવું આ યુવતીને ભારે પડ્યું, લોકોએ ફોટા પાડીને….

Bansari
Do NOT follow this link or you will be banned from the site!