GSTV

ગુજરાતમાં લોકડાઉન નહીં થાય: સરકારની મોટી જાહેરાત, રાજ્યના કુલ 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂનો સમય થયો ફિક્સ

Last Updated on May 5, 2021 by Pravin Makwana

કોરોનાના સતત વધતા જતાં સંક્રમણને અંકુશમાં લેવા માટે ગુજરાત સરકારે આજે વધુ સાત શહેરમાં રાત્રિ કરફ્યુ લાદવાનો નિર્ણય કર્યો છે. આ સાત શહેરોમાં ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર, કડી અને વિસનગરનો સમાવેશ થાય છે. છ મેથી માંડીને ૧૨ મે સુધી આ કરફ્યુ લાગુ કરવામાં આવશે. આ અગાઉ પહેલા આઠ શહેરોમાં અને પછી ૨૧ શહેરો મળીને કુલ ૨૯ શહેરોમાં રાતના આઠથી સવારના છ વાગ્યા સુધીનો કરફ્યુ લાગુ કરવામાં આવ્યો હતો. આજે વધુ સાત શહેરોના ઉમેરા સાથે ગુજરાતના ૩૬ શહેરો રાત્રિ કરફ્યુ હેઠળ આવી ગયા છે. મુખ્યમંત્રી વિજય રૃપાણીએ કોરકમિટીની બેઠક બાદ આજે પ્રસ્તુત જાહેરાત કરી છે.

ભારત સરકારના ગૃહ મંત્રાલયે જાહેર કરેલી માર્ગદશકા સંદર્ભે ગુજરાતના ૩૬ શહેરોમાં વધારાના નિયંત્રણો અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીએ આજે નિર્ણય લીધો હતો. આ અગાઉ ૮ મહાનગર અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર હતો. તદુપરાંત બીજા ૨૧ શહેરોમાં કરફ્યુ લાગુ કરાયો હતો. હવે વધુ ૭ શહેરો  સહિત કુલ ૩૬ શહેરોમાં રાત્રિના ૮ થી સવારના ૬ વાગ્યા સુધી કોરોના કરફ્યુ અને વધારાના નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. આ નિયંત્રણો રાતના આઠથી સવારના છ વાગ્યા સુધી રહેશે. 

લોકડાઉન

આ નિયંત્રણો દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે. રાત્રિ કરફ્યુ હેઠળના ૩૬ શહેરોમાં તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે. ખાનગી ઓફિસોમાં પ૦ ટકા સ્ટાફની હાજરી-ફરજીયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમોના પાલન કરવું પડશે. તેના ચેકિંગ માટે જી.એસ.ટી વિભાગ સરપ્રાઈઝ-ઓચિંતુ ચેકિંગ કરશે. નિયમોના ભંગ કરનારી ખાનગી ઓફિસો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવા મુખ્યમંત્રીની સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે. ભારત સરકારના ગૃહ મંત્રાલયની તા. ૨૬ એપ્રિલની માર્ગદશકા સંદર્ભે વધારાના નિયંત્રણો મૂકવાના મહત્વના નિર્ણયો પણ મુખ્યમંત્રીએ કર્યા છે.

રાત્રિ કરફ્યુ હેઠળના ૩૬ શહેરોમાં ૬ મે, ર૦ર૧થી ૧ર મે, ર૦ર૧ સુધીના સમયગાળા દરમિયાન આવશ્યક સેવાઓ ચાલુ રાખવાના રાજ્ય સરકારે આદેશો કર્યા છે. કોરોનાની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલ સેવા તેમજ આવશ્યક કે ઇમરજન્સી  સેવાઓ ચાલુ રહેશે. મેડિકલ, પેરામેડિકલ તથા તેને આનુષાંગિક આરોગ્યલક્ષી સેવાઓ, ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા ચાલુ રહેશે.૩૬ શહેરોમાં સામાન્ય જનજીવનને કોઈ તકલીફ ન પડે અને રાબેતા મુજબનું જીવન જળવાઈ રહે તે હેતુથી રાજ્ય સરકારે ડેરી, દૂધ-શાકભાજી, ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડીલીવરી સેવાઓ ચાલુ રાખવાના આદેશો કર્યા છે. શાકભાજી માર્કેટ તથા ફ્ટ માર્કેટ ચાલુ રહેશે. કરિયાણું, બેકરી, બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને તે વહેંચવા માટેની ઓનલાઇન સેવાઓ, અનાજ તથા મસાલા દળવાની ઘંટી, ઘરગથ્થુ ટીફીન સવસીસ અને હોટેલ, રેસ્ટોરન્ટનીટેક હોમ સેવાઓ ચાલુ રહેશે.

મહારાષ્ટ્ર

તદુપરાંત સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેંક, એટીએમ સેવાઓ, કેશ ટ્રાન્ઝેક્શન સેવાઓ, બેંકોના ક્લીયરીંગ હાઉસ, એ.ટી.એમ-સી.ડી.એમ. રીપેરર્સ, સ્ટોક, એક્સચેન્જ, સ્ટોક બ્રોકરો, ઈન્સ્યોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફિસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા ૫૦% સુધી સુનિશ્ચિત કરવાની રહેશે.નિયમોના ભંગ કે પાલન ન કરનારા ખાનગી એકમો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઈન્ટરનેટ-ટેલિફોન-મોબાઈલ સવસ પ્રોવાઈડર, આઇ.ટી. અને આઇ.ટી. સંબંધિત સેવાઓ, પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મિડીયા, ન્યુઝ પેપર ડીસ્ટ્રીબ્યુશન, પેટ્રોલ, ડિઝલ, એલ.પી.જી. ને સી.એન.જી., પી.એન.જી. પંપ, ઓપરેશન ઓફ પ્રોડકશન યુનિટ, પોર્ટ ઓફ લોડીંગ, ટમનલ ડેપોઝ, પ્લાન્ટ્સ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રીબ્યુશન અને રીપેરીંગ સેવાઓ, પોસ્ટ અને કુરીયર સવસ, ખાનગી સિક્યુરીટી સેવાઓ ચાલુ રહેશે.

૩૬ શહેરોમાં પશુ આહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ, કૃષિ કામગીરી, પેસ્ટ ક્ન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા, તમામ આવશ્યક ચીજ વસ્તુઓના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ યથાવત રહેશે. આંતરરાજ્ય, આંતરજિલ્લા અને આંતરશહેરની ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા તેને સંલગ્ન ઈ-કોમર્સ સેવાઓ પણ ચાલુ રહેશે.

શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, મનોરંજક સ્થળો, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર, જીમ, સ્વિમીંગ પુલ ઉપરાંત તમામ પ્રકારના એકમો બંધ રહેશે. લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૫૦ (પચાસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે. અંતિમક્રિયા/દફનવિધિ માટે મહત્તમ ૨૦ (વીસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે. તમામ પ્રકારના રાજકીય, સામાજિક, ધામક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, કાર્યક્રમો/મેળાવડાઓ સદંતર બંધ રહેશે.પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ ૫૦ ટકા પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે.

READ ALSO

Related posts

નવસારી કૃષિ યુનિ. ખાતે યોજાયું બેનમૂન પ્રદર્શન, બામ્બુ મિશન વાસની ખેતીને અપાયું પ્રોત્સાહન

Pritesh Mehta

Ganesh Chaturthi: ગણેશ વિસર્જનને લઈને મનપા તૈયાર, 170 ફાયરના જવાનો રહેશે ફરજ પર

Pritesh Mehta

મોદીજીને ખુશ કરવાના ચક્કરમાં સુરત મનપાએ ભગો વાળ્યો, એ લોકોને પણ આપ્યા સર્ટિફિકેટ જેમણે રસી લીધી જ નથી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!