GSTV

આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની સમયમર્યાદામાં થઇ વૃદ્ધિ, 31 ડિસેમ્બર સુધી ITR ફાઈલ કરવા પર નહિ લાગે કોઈપણ ચાર્જ

Last Updated on September 24, 2021 by Zainul Ansari

તાજેતરમાં જ ટેક્સ વિભાગે આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની તારીખ હાલ ત્રણ મહિના વધારવામાં આવી છે.હવે નાણાકીય વર્ષ 2020-21 માટે 31 ડિસેમ્બર સુધી લેટ ફી વગર પણ રિટર્ન ફાઇલ કરી શકાય છે. અગાઉ આ સમયમર્યાદા 30 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થઈ ચુકી હતી. જો કોઈ કરદાતા 31 ડિસેમ્બર સુધીમાં રિટર્ન ફાઈલ નહીં કરે તો તે પછી તેણે રિટર્ન ફાઈલ કરવા પર દંડ જમા કરાવવો પડશે.

નિયમો અનુસાર રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ પૂરી થયા બાદ કરદાતાને પેનલ્ટી સાથે ફાઈલ કરવાની સુવિધા મળે છે. આ દંડ 1 હજાર રૂપિયાથી માંડીને 10 હજાર રૂપિયા સુધીનો હોય શકે છે. જોકે, કેટલાક કરદાતાઓને આમાંથી રાહત આપવામાં આવી છે. આવકવેરા કાયદાની કલમ 234F મુજબ જો કરદાતાની કુલ આવક 2.5 લાખ કરતા ઓછી હોય તો તેને રિટર્ન મોડો ભરવા પર કોઈપણ દંડ ભરવો પડતો નથી. કલમ 139 (1) મુજબ વ્યક્તિ માટે કુલ આવકનો અર્થ એવી આવક કે જે કલમ 80C અને 80U હેઠળ કપાત બાદ કરવામાં આવે છે.

આવકવેરા

લેટ ફી કુલ આવકના આધારે નક્કી કરવામાં આવે છે :

તેનો અર્થ એ છે કે જો તમે મોડું રિટર્ન ફાઈલ કરશો તો કેટલી લેટ ફી લેવામાં આવશે તે તમારી કુલ કુલ આવક પર નક્કી થશે. જે વ્યક્તિઓની ઉંમર 60 વર્ષ કે તેથી ઓછી હોય અને કુલ આવક 2.5 લાખ સુધી હોય તો તેમણે કોઈ રિટર્ન ફાઈલ કરવું પડશે નહીં.જો આવક 2.5 લાખ રૂપિયાથી વધુ હોય તો તેણે ઓછામાં ઓછા 1000 રૂપિયા લેટ ફી તરીકે લેવામાં આવશે.

કુલ આવક 2.5 લાખથી વધુ હોય તો ઓછામાં ઓછી 1000 લેટ ફી :

હવે જો વાત કરીએ કુલ આવક 2.5 લાખથી વધુ હોય તેવા લોકોની તો આવી સ્થિતિમાં એક નિર્ધારિત રકમ કર સ્વરૂપે લેવામાં આવશે. જો કરપાત્ર આવક 5 લાખથી ઓછી હોય તો તે 1000 રૂપિયા થશે. જો કરપાત્ર આવક 5 લાખથી વધુ હોય તો તે 5000 અને 10 હજાર રૂપિયા હશે. CBDT એ પહેલાથી જ રિટર્ન ફાઈલ કરવાની તારીખ 31 ડિસેમ્બર સુધી વધારી દીધી છે.આવી સ્થિતિમાં તે પછી પણ રિટર્ન ફાઇલ કરવામાં નહિ આવે તો લેટ ફી 10 હજાર રૂપિયા હશે.

આવકવેરા

ચોખ્ખી કરપાત્ર આવકના આધારે લેટ ફી ની ગણતરી :

જ્યારે કુલ આવકમાંથી કપાત થતી રકમ બાદ કરવામાં આવે ત્યારે ચોખ્ખી કરપાત્ર આવક મળે છે. ટેક્સની ગણતરી આ આધારે કરવામાં આવે છે .લેટ ફી સંબંધિત નિર્ણય પણ આ આવક પર જ લેવામાં આવે છે. કરપાત્ર આવક 5 લાખથી ઓછી હોય તો લેટ રિટર્ન ફી 1000 રૂપિયા છે.31 ડિસેમ્બર સુધી લેટ રિટર્ન ફી 5000 રૂપિયા છે અને તે પછી 5 લાખથી વધુની કરપાત્ર આવક માટે 10 હજાર રૂપિયા છે.

કોના માટે મુક્તિ મર્યાદા છે?

મુક્તિ મર્યાદાની વાત કરીએ તો તે કરદાતાની ઉંમર અને નવા અને તેણે કઈ સિસ્ટમ પસંદ કરી છે તેના પર નિર્ભર કરે છે. નવી ટેક્સ સિસ્ટમ હેઠળ મુક્તિ મર્યાદા 2.5 લાખ રૂપિયા છે, જે બધા માટે છે. જૂના ટેક્સ નિયમો અનુસાર 60 વર્ષ સુધીના વ્યક્તિ માટે તે 2.5 લાખ રૂપિયા, 60-80 વર્ષ માટે 3 લાખ રૂપિયા અને 80 વર્ષથી ઉપરના કરદાતાઓ માટે 5 લાખ રૂપિયા છે.

Read Also

Related posts

ટેક્નોલોજિકલ ક્રાંતિ / એમેઝોને શરુ કર્યો નવો પ્રોજેક્ટ, “હું મારૂ પોતાનુ સ્પેસ સ્ટેશન લોન્ચ કરીશ” : જેફ બેઝોસ

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari

અલર્ટ / કોરોના વાઈરસના AY.4.2 વેરિએન્ટને લઇ ભારત સતર્ક, આરોગ્ય મંત્રીએ કહ્યું- ચાલી રહી છે તપાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!