GSTV

ગૃહિણીઓ માટે ખુશખબર: નોટબંધી બાદ આટલા લાખ સુધી જમા કરાવેલી રોકડ રકમ પર નહીં લાગે ટેક્સ

ગૃહિણીઓ

Last Updated on June 23, 2021 by Bansari

નોટબંધી બાદ ગૃહિણીઓ દ્વારા જમા કરાવવામાં આવેલી 2.5 લાખ સુધીની રોકડ રકમ આવકવેરા વિભાગની તપાસના દાયરામાં નહીં આવે કારણ કે આવકવેરા અપીલ ટ્રિબ્યુનલ (આઇટીએટી) માને છે કે આવી થાપણોને આવક તરીકે ગણી શકાય નહીં.

ગૃહિણીઓ

શું છે સમગ્ર મામલો?

આઈટીએટીની આગ્રા ખંડપીઠે એક વ્યક્તિ દ્વારા દાખલ કરેલી અરજી અંગે પોતાનો ચુકાદો આપતાં કહ્યું કે આ આદેશ આવા તમામ કેસો માટે એક ઉદાહરણ તરીકે માનવામાં આવશે. ગ્વાલિયરની એક ગૃહિણી ઉમા અગ્રવાલે નાણાકીય વર્ષ 20216-17ના તેના ઇનકમ ટેક્સ રિટર્નમાં કુલ રૂ. 1,30,810 રૂપિયાની આવક જાહેર કરી હતી, જ્યારે તેણે તેના બેંક ખાતામાં  નોટબંધી બાદ  રૂપિયા 2,11,500 જમા કરાવ્યા હતા. આવકવેરા વિભાગે તપાસ માટે આ મામલો ઉઠાવ્યો હતો અને મૂલ્યાંકનથી રૂપિયા 2.11 લાખની વધારાની રોકડ થાપણ અંગે વ્યાખ્યા કરવા જણાવ્યું હતું.

અગ્રવાલે જણાવ્યું કે તેના પતિ, પુત્ર, પરિવાર માટે સ્વજનો દ્વારા આપવામાં આવેલી રકમમાંથી તેણે ઉપરોક્ત રકમ બચત તરીકે જમા કરાવી હતી. સીઆઈટી (અપીલ) એ આ સ્પષ્ટીકરણ સ્વીકાર્યુ નહીં અને 2,11,500 રૂપિયાની રોકડ ડિપોઝિટને અસ્પષ્ટીકૃત ધન  તરીકે ગણતા આકારણી અધિકારીના આદેશની પુષ્ટિ કરી. આ પછી અગ્રવાલે આઈટીએટીનો દરવાજો ખટખટાવ્યો.

ગૃહિણીઓ

પરિવારમાં ગૃહિણીઓનું યોગદાન અતુલ્ય છે

તમામ તથ્યો અને દલીલો રજૂ થયા પછી, ટ્રિબ્યુનલે કહ્યું, “અમારો મત છે કે નોટબંધી દરમિયાન આકારણી દ્વારા જમા કરવામાં આવેલી રકમ તેની આવક તરીકે ગણી શકાય નહીં.” તેથી, આકારણીની અપીલ સાચી છે. ‘ ટ્રિબ્યુનલે એવું પણ નિરીક્ષણ કર્યું છે કે પરિવારમાં ગૃહિણીઓનો ફાળો અતુલ્ય છે.

નોટબંધી દરમિયાન 2.50 લાખ રૂપિયા જમા કરાવતી મહિલાઓને છૂટ આપતી વખતે આઇટીએટીએ જણાવ્યું હતું કે, અમે સ્પષ્ટતા કરીએ છીએ કે આ ચુકાદાને ડિમોનેટાઇઝેશન સ્કીમ 2016 દરમિયાન ગૃહિણીઓ દ્વારા 2.5 લાખ રૂપિયાની મર્યાદા સુધી રોકડ રકમ જમા કરાવવા માટે થતી કાર્યવાહી સંદર્ભે આ નિર્ણયને ઉદાહરણ તરીકે લઈ શકાય છે. ‘

Read Also

Related posts

અસ્તિત્વની લડાઈ: આદિવાસી હિન્દુ નહીં હોવાનો દાવો ! આઝામગઢ કિલ્લા પર ફરકાવેલો ભગવો ઝંડો ફાડી નાખ્યો, પૂજા કરવા માગતા સાંસદની ધરપકડ

Pravin Makwana

સરકારી નોકરી / આવકવેરા વિભાગમાં 10 પાસ માટે નોકરીઓ, ઝડપથી અરજી કરો

Pravin Makwana

અમદાવાદ/સ્વચ્છતા અભિયાનનો ફિયાસ્કો, ગંદકી, કાદવ-કિચડ અને દબાણો વચ્ચે શહેરીજનો અટવાયા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!