GSTV

ઝારખંડમાં મોબ-લિંચિંગ : પોસ્ટમોર્ટમ પછી તરબેઝ અંસારીના મૃત્યુનું રહસ્ય વધારે ઘેરાયું

Last Updated on June 28, 2019 by

ઝારખંડમાં મોબ-લિંચિંગ પછી તબરેઝ અંસારીના મૃત્યુના કિસ્સામાં નવી માહિતી સામે આવી છે. જેમાં પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અનુસાર, તબરેઝના શરીરમાં કોઈ આંતરિક ઘાવ થયા નહોતા. 18 મી જૂને, સરાયકેલાના ધતકીડીહ ગામમાં ટોળાએ માર મારીને તબરેઝ અંસારીની હત્યા કરી નાખી હતી.જેમાં ટોળાએ માર-મારતી વખતે જબરદસ્તી જય શ્રી રામ અને જય શ્રી હનુમાનના નારા લગાવ્યા હતા.તબરેઝ પર બાઇક ચોરી કરવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

22 જુન રોજ સરાયકેલાના સદર હોસ્પિટલમાં તબરેઝની મોત થઈ હતી. પોલીસે ભીડમાં સામેલ 11 લોકોની ધરપકડ કરી હતી.સરાયકેલાની સિવિલ હોસ્પિટલના નાયબ અધીક્ષક ડો વરિયલ માર્ડી જણાવ્યું હતું કે તબરેઝના શરીરમાં કોઈપણ આંતરિક ઈજા મળી નથી. ગયા છે. તેના માથા માં હલકું ફેકચર હતું.પરંતુ તેવું નહોતું કે તેનાથી તેની મોત થઈ શકે.

જ્યારે તેને જેલમાંથી સદર હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે અમે તેને ઓક્સિજન આપ્યો અને તેને જીવતો રાખવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો. તેને બેહોશીની હાલતમાં લાવવામાં આવ્યો હતો. અમે પરિવાર માટે સમજાવવા માટે પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓ સમજ્યા નહી. તેનું ઇસીજી ફ્લેટ આવ્યું હતુ. પરંતુ તેના પરિવારના સભ્યો સારવાર માટે આગળ લઈને ગયા હતા.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મોતના દિવસે એટલેકે 22 મી સવારે તેની તબિયત બગડવા લાગી હતી. CCTVમાં દેખાય છે તે સવારે ઉઠ્યા પછી તે પેશાબ કરવા ગયો અને પાછો આવીને તેણે પીવા માટે પાણી માંગ્યું ત્યારે સાથી કેદીએ તેને ગરમ પાણી આપ્યું, પરંતુ તરબેઝે ઠંડા પાણી માટે પૂછ્યું. પાણી પીધા પછી, તેની તબીયત બગડી અને તેણે જેલ અધિકારીઓને ફરિયાદ કરી. તેને તાત્કાલિક સદર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

READ ALSO

Related posts

દેવાના ભાર તળે અન્નદાતા / દેશના ખેડૂતો પર 17 લાખ કરોડનું દેવું, લોન માફ નહીં કરે કેન્દ્રની મોદી સરકાર: ગુજરાતના ધરતીપુત્રોના માથે આટલું દેવું

Zainul Ansari

જલદી કરો/ ગુજરાત HIGH COURTમાં નોકરીની ઉત્તમ તક : કાનૂની સહાયક અને ડેપ્યૂટી સેક્શન ઓફિસર માટે પડી છે જગ્યાઓ, હજારોમાં છે સેલેરી

Karan

ઉદ્ધવ ઠાકરેના જન્મદિવસે સંજય રાઉતનું મોટું નિવેદન, મહારાષ્ટ્રથી કોઈ દેશની કમાન સંભાળશે તે ગમશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!