GSTV
Home » News » આ વાંચ્યા પછી દરેકને થશે કે આ દેશમાં રહેતા હોત તો જલસો પડી જાત… અહીં ભણતર જ કંઈક આવા પ્રકારનું છે

આ વાંચ્યા પછી દરેકને થશે કે આ દેશમાં રહેતા હોત તો જલસો પડી જાત… અહીં ભણતર જ કંઈક આવા પ્રકારનું છે

જો તમે દુનિયાના શાનદાર સ્કૂલ વિશે ગુગલ પર સર્ચ કરશો તો ફિનલેન્ડ સૌથી ઉપર હશે. અહીંની શિક્ષણ પદ્ધતિ અમેરિકા. બ્રિટન અથવા અન્ય દેશોની તુલનામાં એકદમ અલગ છે. ફિનલેન્ડ આજથી નહીં પરંતુ વર્ષોથી આ મામલે ખૂબ આગળ છે. ફિનલેન્ડની શિક્ષણ પદ્ધતિ વિદ્યાર્થીને એક અલગ પ્રકારની સ્વતંત્રતા આપે છે. સાથે જ ક્રિએટિવિટી માટે પણ સતત ઉત્સાહિત કરે છે. તેનો ફંડા ઉંચા નંબરો માટે કોમ્પેટિટિવ દોડનો છેજ નહીં. આ સિસ્ટમ એ તમામ દેશોને શીખ આપે છે. જે આજે પણ નંબર વન રેસ, પરિક્ષા અને કોમ્પીટીશનમાં પોતાના વિદ્યાર્થીઓને ફંસાવી રાખીને દબાણ અને તણાવનું કારણ બને છે.  

સાત વર્ષની ઉંમરમાં ફોર્મલ એજ્યુકેશન શરૂ થાય છે

અહીં જ્યારે બાળક સાત વર્ષનું થાય છે ત્યારે તેનું ફોર્મલ સ્કૂલિંગ શરૂ થાય છે. જ્યાં સુધી બાળક 16નું ન થઈ જાય ત્યાં સુધી તે કોઈ પણ પ્રકારની પરિક્ષામાં નથી બેસતું. સાત વર્ષ પહેલાના દરેક બાળકને શરૂઆતનું ચાઈલ્ડ એજ્યુકેશન આપવામાં આવે છે અને તેની કેર કરવામાં આવે છે. આમાં દરેક બાળક પર ધ્યાન આપવામાં આવે છે. આ શરૂઆતની શિક્ષાનું ઔપચારિક શિક્ષણ સાથે કોઈ લેવા દેવા નથી હોતું. તેની હેલ્થ અને સારો માણસ બનવા તરફ જોર આપવામાં આવે છે.

ક્યારેય નથી મળતું હોમવર્ક

ફિનલેન્ડના સિસ્ટમમાં પ્રયત્ન કરવામાં આવે છે કે દરેક બાળકની ઉર્જાને ઓળખવામાં આવે. અહીંના બાળકો કદાચ જ કોક વખત ઘરે હોમવર્ક કરે છે. અહીંના શિક્ષકોને સંપૂર્ણ પણ છુટ આપવામાં આવે છે કે તે બાળકોને એ રીતે ભણાવી શકે છે કે જેથી તેમનો અભ્યાસ સરળ બને અને એક્સપેરિમેન્ટનો પણ વિકલ્પ મળે. તેના કારણે બાળક ખુશી ખુશીથી અભ્યાસમાં રસ લે.

પોતાનું મૂલ્યાંકન બાળકો પોતે કરે છે

ફિનલેન્ડમાં બાળકો 16 વર્ષની ઉંમર સુધી કોઈ પણ પ્રકારના નેશનલ ટેસ્ટમાં નથી બેસવા દેતા. તેમનું મૂલ્યાંકન ધણી બધી રીતે કરવામાં આવે છે. કુલ મળીને બેસિક એજ્યુકેશન પોલીસી એવી છે જ્યાં ટીચર બાળકોમાં એવી ક્ષમતા પેદા કરે કે તે પોતાનું મૂલ્યાંકન જાતે કરી શકે. આવામાં બાળકો ગ્રોથ અને લર્નિંગ પ્રોસેસને લઈને પોતે સતર્ક રહે છે.   

ફિનલેન્ડમાં ઓપચારિક શિક્ષા સાત વર્ષની ઉંમર પછી શરૂ થાય છે

ભારતમાં સીબીએસઈનું નવું પેટર્ન ધણી હદ સુધી ફિનલેન્ડના એજ્યુકેશન સિસ્ટમની સારી વાતોને લાગુ કરવાની કોશિશ કરી રહ્યું છે.  

Read Also

Related posts

અજીબોગરીબ કાયદા છે આ દેશના, ક્યાંક જોગિંગ ઉપર પ્રતિબંધ તો ક્યાંક જીન્સ ઉપર પ્રતિબંધ

Nilesh Jethva

પાકિસ્તાનથી મોકલવામાં આવી રહ્યાં છે કોન બનેગા કરોડપતિના નામ પર મેસેજ, રહોં સાવધાન

Kaushik Bavishi

ભાજપના નેતાઓએ ટ્વિટર પર બદલી પ્રોફાઈલ પિક્ચર, Howdy Modi માટે કરી આ અપીલ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!