GSTV

ગુજરાતના આ 3 જિલ્લાના સરકારી કર્મચારીઓને દિવાળીમાં નહીં મળે રજાઓ, સરકારનો આદેશ

Last Updated on October 21, 2019 by Mayur

કેવડિયા કોલોની ખાતે આઇએએસ અધિકારીઓ માટે તા.૨૬થી ૩૧ ઓક્ટોબર સુધી યોજાનારા કોર્ષના કારણે વડોદરા, છોટાઉદેપુર અને ભરૃચ જિલ્લાના તમામ અધિકારી તેમજ કર્મચારીઓની રજા મંજૂર નહી કરવા માટે સરકારે સૂચના આ ત્રણ જિલ્લાના કલેક્ટરને આપી દીધી છે.

ઉલ્લેખનીય છે કે લાલબહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન, મસુરી દ્વારા અજમાયશી આઇએએસ અધિકારીઓ માટે  સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તા.૨૬થી ૩૧ ઓક્ટોબરના રોજ કમ્બાઇન્ડ ફાઉન્ડેશન કોર્ષ યોજાવાનો છે. આ કોર્ષ તેમજ રાષ્ટ્રિય એકતા દિવસનો કાર્યક્રમ કેવડિયા કોલોની ખાતે યોજાવાનો હોવાથી સરકારે મધ્ય ગુજરાતના ત્રણે જિલ્લાના કર્મચારીઓની રજા મંજૂર નહી કરવા માટે સૂચના આપી છે.

આ તહેવારો દરમિયાન દિવાળીની રજા આવતી  હોવાથી કેટલાંક કર્મચારીઓ દિવાળી પહેલાં જ કેવડિયા કોલોની ખાતે વ્યવસ્થા માટે જોડાશે જેના પગલે દિવાળીનો ઉત્સવ પરિવારની સાથે ઉજવવાના બદલે અજમાયશી આઇએએસ અધિકારીઓની સેવા માટે સમય કાઢવો પડશે તેવો ગણગણાટ પણ કર્મચારીઓમાં શરૂ થઇ ગયો છે.

READ ALSO


Related posts

મોટા પડદા પર ફિલ્મો જોવાની મજા ફરીથી માણી શકાશે, આ તારીખથી થિયેટરો શરૂ કરવા આદેશ

Zainul Ansari

જોખમ / આરોપીને પકડવા ગયેલ પોલીસ પર થયો જીવલેણ હુમલો, પીએસઆઇની પિસ્તોલ લઈને પલાયન થયા આરોપી

Pritesh Mehta

ભારે કરી / લગ્નમાં સામેલ થવા માટે કન્યાએ રાખી અઘરી શરત, 150 મેહમાનોમાંથી ફક્ત 7 જ આવવા માટે થયા રાજી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!