GSTV

ખુશખબર / કર્મચારીઓ માટે મોટા સમાચાર, ઓફિસ કે કારખાનાની આ સુવિધા લેવા પર નહીં લાગે GST

Last Updated on August 22, 2021 by GSTV Web Desk

કર્મચારીઓ દ્વારા કેન્ટીન સુવિધા માટે ચુકવવામાં આવેલી રકમ પર કોઈ GST નહીં લાગે. ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગ એટલે AARએ આ વ્યવસ્થા આપી છે. ટાટા મોટર્સે AARની ગુજરાત બેન્ચ સાથે સંપર્ક કરી આ જાણકારી માંગી હતી કે શું તેના કર્મચારીઓ દ્વારા કેન્ટીન સુવિધાનો ઉપયોગ માટે તેમની પાસેથી વસૂલવામાં આવેલી રકમ પર GST લાગશે?

ઉપરાંત કંપનીએ એ પણ પૂછ્યુ હતું કે શું કારખાનામાં કામ કરતા કર્મચારીઓને ઉપલબ્ધ કરાવવામાં આવેલી કેન્ટીન સુવિધા પર સર્વિસ પ્રોવાઇડર દ્વારા લેવામાં આવતા GST પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC)ની સુવિધા મળશે.

AARએ તેના નિર્ણયમાં વધુમાં જણાવ્યું કે ટાટા મોટર્સે તેના કર્મચારીઓ માટે કેન્ટીનની વ્યવસ્થા કરી છે, તેનું સંચાલન થર્ડ પાર્ટી સર્વિસ પ્રોવાઇડર દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ વ્યવસ્થા હેઠળ કેન્ટીન ચાર્જના એક ભાગના બોજાને કંપની ઉઠાવી રહી છે અને બાકીના કર્મચારી ઉઠાવી રહ્યા છે.

કર્મચારીઓના ભાગની કેન્ટીન ફીને કંપની દ્વારા એકત્રિત કરવામાં આવી છે અને તેને કેન્ટીન સર્વિસ પ્રોવાઇડરને આપવામાં આવે છે. ઉપરાંત ટાટા મોટર્સે વધુમાં જણાવ્યું કે કર્મચારીઓ પાસેથી કેન્ટીન ફી વસૂલીમાં તે પોતાનો નફો ગાળો રાખતી નથી.

AARએ જણાવ્યું કે કેન્ટીન સુવિધા પર GST ચુકવણી માટે ITC GST કાયદા હેઠળ પ્રતિબંધિત ક્રેડિટ છે અને અરજીકર્તાને તેનો લાભ નથી મળી શકતો.

GST

AMRG એન્ડ એસોસિએટ્સના સીનિયર પાર્ટનર રજત મોહને જણાવ્યું કે અત્યારે સબ્સિડીવાળી ખાણી-પીણીની વસ્તુ ઉપલબ્ધ કરાવતી કંપનીઓ કર્મચારીઓ પાસેથી તેની વસૂલી પર ટકા ટેક્સ લે છે. AAR એ હવે વ્યવસ્થા આપવામાં આવી છે કે જ્યા કેન્ટીન ફીનો એક મોટો હિસ્સો એમ્પ્લોયર દ્વારા ઉપાડવામાં આવશે અને કર્મચારીઓ પાસેથી ફક્ત નજીવી ફી લેવામાં આવશે, તેમા GST નહીં હોય.

Read Also

Related posts

મુર્ખામીની હદ છે/ ચેલેન્જના ચક્કરમાં યુવકે ડિયોડ્રેંટ સાથે કર્યો એવો ખેલ, ફ્રીઝ થઇ ગયા નિપ્પલ

Bansari

Amazon ફરી વિવાદમાં/ તિરંગા વાળી ટી-શર્ટ અને જૂતા વેચવાના આરોપમાં જોરદાર વિરોધ, Twitter પર બૉયકૉટ કેમ્પેન થયુ ટ્રેન્ડ

Bansari

કામની વાત/ ગીઝર અને હીટર યુઝ કર્યા બાદ પણ ઓછુ આવશે વીજળીનું બિલ, બસ કરી લો આ 2 કામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!