GSTV

મોદી સરકારે આમ આદમીને આપ્યો વધુ એક ઝાટકો, ફ્રીમાં નહી મળે વીજળી, યુઝ કરતાં પહેલાં જ ચુકવવા પડશે રૂપિયા

Last Updated on July 16, 2019 by Bansari

કેન્દ્રીય ઉર્જા મંત્રી આર કે સિંહે સોમવારે જણાવ્યું કે ભારત એક નવી વ્યવસ્થા તરફ આગળ વધી રહ્યું છે, જ્યાં વીજળી ઉપભોગતાઓએ પહેલાં ચુકવણી કરવી પડશે અને તે પછી જ તેમને વીજળી મળશે. ઉર્જા મંત્રીએ તે પણ સ્પષ્ટતા કરી કે રાજ્ય સમાજના કેટલાંક વર્ગોને નિશુલ્ક વીજળી આપી શકે છે પરંતુ તેના માટે પોતાના બજેટમાંથી ચુકવણી કરવી પડશે.

સિંહે જણાવ્યું કે, અમે પણ આ જ કરવા જઇ રહ્યાં છીએ. અમે ચુકવણી અને પુરવઠા વચ્ચે એક સંપર્ક બનાવી રહ્યાં છીએ. તમારે પહેલાં ચુકવણી કરવાની રહેશે અને પછી તમને વીજળી મળશે. નિશુલ્ક વીજળી જેવી કોઇ વસ્તુ નથી. તમે રોકાણ વિના વીજળીનું ઉત્પાદન ન કરી શકો. તેઓ 20મા વાર્ષિક પીટીસી ભારત દિવસના અવસરે આયોજિત કાર્યક્રમનું સંબોધન કરી રહ્યાં હતાં.

તેમણે જણાવ્યું કે વીજળી બનાવવામાં ખર્ચ થયા છે અને કોઇએ તેના માટે ચુકવણી કરવી પડે છે. જો તમે નિશુલ્ક વીજળી આપવા માગતા હોય તો આપો પરંતુ તમારે (રાજ્યોએ) તેના માટે તમારા બજેટમાંથી ચુકવણી કરવી પડશે. અમે પણ આ જ કરવા જઇ રહ્યાં છીએ.

Read Also

Related posts

દિલ્હી મુલાકાત / મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ‘ચાય પે ચર્ચા’

Zainul Ansari

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

કામની વાત / DL, પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવવા હવે દલાલોની જરૂર નહી, સરકારે લીધું એક મોટું પગલું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!