GSTV

અમદાવાદથી આજની ફ્લાઇટ હોય તો પહેલાં આ વિગતો વાંચી લો, નહીંતર દોડતા થઇ જશો

corona

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજથી ભારતનાં પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે યુએસ પ્રમુખનું વિમાન સવારે 11:30ના અમદાવાદનાં સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આગમન કરશે. નિયમ અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પના એરક્રાફ્ટનું લેન્ડિંગ અને ટેક્ ઓફ થાય નહીં ત્યાં સુધી નિર્ધારીત હદમાં ‘નો ફ્લાય ઝોન’ રહેશે.

અમદાવાદ એરપોર્ટ પર સવારે 11:30થી બપોરે 12 અને તેમની વિદાયના સમય એટલે કે બપોરે 3:30થી 4:00ની આસપાસ અમદાવાદ એરપોર્ટમાં અન્ય કોઇ ફ્લાઇટનું ટેક્ ઓફ કે લેન્ડિંગ થઇ શકશે નહીં. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન અને વિદાય વખતે પણ ‘નો ફ્લાય ઝોન રહેશે.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજથી ભારતનાં પ્રવાસે

અમદાવાદ એરપોર્ટ પર સરેરાશ 1 કલાક સુધી ફ્લાઇટના શેડયૂલ ઉપર અસર પડે તેની પૂરી સંભાવના છે. એટલે કે બપોરની સરેરાશ 35 જેટલી ફ્લાઇટના શેડયૂલ ખોરવાઈ શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પનો કાફલો અંદાજીત બપોરે 12ની આસપાસ એરપોર્ટથી બહાર નીકળશે. ત્યારે તે સમયે તમામ ટ્રાફિક વ્યવહાર બંધ કરવામાં આવશે, આ કારણે ફ્લાઇટમાં જઇ રહેલા મુસાફરોને અગવડનો સામનો કરવો પડશે. અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા અગાઉ જ એવી જાહેરાત કરી દેવામાં આવી છે કે ફ્લાઇટના શેડયૂલમાં કોઇ જ ફેરફાર નહીં કરવામાં આવે. પરંતુ મુસાફરોએ તેમની ફ્લાઇટના સમયના 3 કલાક અગાઉ અમદાવાદ એરપોર્ટમાં આવી જવું પડશે.

ડોનાલ્ડ ટ્રમ્પનો કાફલો અંદાજીત બપોરે 12ની આસપાસ એરપોર્ટથી બહાર નીકળશે

મુસાફરને મૂકવા માટે સ્વજન આવ્યા હશે, તો તેમને એરપોર્ટ સુધી નહીં આવી શકે. દરેક મુસાફરોએ ફ્લાઇટની ટિકિટ, આધાર કાર્ડ-પાન કાર્ડ-ઇલેક્શન કાર્ડ જેવા ઓળખના સરકાર માન્ય પુરાવાની હાર્ડ કોપી પણ સાથે રાખવી પડશે. પોલીસ કે સુરક્ષા કર્મી માગે ત્યારે ફ્લાઇટની ટિકિટ-ઓળખના પુરાવાની હાર્ડ કોપી મુસાફરોએ તેને તે દર્શાવવાની રહેશે.

મુસાફરોએ ફ્લાઇટની ટિકિટ, આધાર કાર્ડ-પાન કાર્ડ-ઇલેક્શન કાર્ડ જેવા ઓળખ કાર્ડ સાથે રાખવા

સૂત્રોના જણાવ્યા અનુસાર અમેરિકાના રાષ્ટ્રપતિનું સત્તાવાર વિમાન એરફોર્સ વન ઉતરણ કરવાની તૈયારી હોય એરપોર્ટમાં નો ફ્લાય ઝોન જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 10:45થી 11 વચ્ચે અમદાવાદ આવવાની શક્યતા છે. ત્યારે પણ એરપોર્ટ પર ‘નો ફ્લાય ઝોન’ રહેશે. આમ, વહેલી સવારથી ટ્રમ્પની વિદાય સુધી જે મુસાફરોની ફ્લાઇટ હશે તેમને મુશ્કેલીનો ચોક્કસ સામનો કરવો પડશે.

Read Also

Related posts

કોરોનાની ગાઇડલાઇન સાથે દિલ્હીમાં ખુલી શાળાઓ, 10 માસ પછી બાળકો પહોંચ્યા સ્કૂલ

Mansi Patel

મહેશ માંજરેકરની વિરુદ્ધ FIR દાખલ, કારની ટક્કર બાદ મારપીટનો આરોપ

Mansi Patel

રિશી કપૂર અને ઇરફાન ખાન સહિત આ ભારતીય કલાકારોને શ્રદ્ધાંજલિ આપશે IIFA

Bansari
Do NOT follow this link or you will be banned from the site!