GSTV

દેશના 6 મોટા શહેરોમાંથી કોલકાતા નહી જાય એક પણ ફ્લાઈટ, 6 થી 19 જુલાઈ સુધીની દરેક ઉડાન આ કારણે થઈ રદ્દ

કોલકાતા માટે દિલ્હી, મુંબઈ, નાગપુર, ચેન્નઈ, અમદાવાદ અને પુણેથી 6 થી 19 જુલાઈ સુધી ફ્લાઈટ્સ નહી ચાલે. કોલકાતા એરપોર્ટે ટ્વીટ કરી આ વાતની જાણકારી આપી છે. કોલકાતા એરપોર્ટ ડાયરેક્ટરે જણાવ્યુ કે, તેમણે આ પગલુ પશ્વિમ બંગાળ સરકારના કહેવા પર ઉઠાવ્યુ છે.

ફ્લાઈટ્સ કેન્સલ કરવા પર સહમતિ આપી

માનવામાં આવી રહ્યુ છે કે, રાજ્યમા કોરોના વાયરસના વધતા કેસના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ 6 શહેરમાં સંક્રમણના મામલાઓ સતત વધી રહ્યા છે. બીજી તરફ સિવિલ એવિએશન મિનિસ્ટ્રીએ કહ્યુ કે, પશ્વિમ બંગાળ સરકારની માગ પર તેમણે ફ્લાઈટ્સ કેન્સલ કરવા પર સહમતિ આપી છે.

25 મેના રોજ ડૉમેસ્ટિક ફ્લાઈટ્સ શરૂ થઈ

ઉલ્લેખનીય છે કે, કોરોનાની વિરુદ્ધ લડાઈ દરમિયાન 25 માર્ચના રોજ ડૉમેસ્ટિક ફ્લાઈટ પર રોક લગાવી હતી. જે બે મહિના બાદ 25મેના રોજ ફરીથી ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવી હતી. બીજી તરફ સરકારે આંતરરાષ્ટ્રીય ઉડાન પર લાગેલ પ્રતિબંધને 31 જુલાઈ સુધી વધારી દીધો છે. આ પહેલા તેના પર 15 જુલાઈ સુધી રોક લગાવી દીધી છે. કોરોનાવાયરસ મહામારીને કારણે ભારતે 23 માર્ચથી આંતરરાષ્ટ્રીય ઉડાનો પર પ્રતિબંધ લગાવી રાખ્યો હતો.

બંગાળમાં 20 હજારથી વધુ કેસ

રાજ્યમાં શનિવાર બપોર સુધી કોરોનાના 20 હજાર 488 કેસ નોંધાયા છે. સાથે જ 717 લોકો મૃત્યુ પામ્યા છે. ફક્ત કોલકાતામાં 2 હજારથી વધુ પોઝિટિવ કેસ મળી આવ્યા છે અને 402 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

READ ALSO

Related posts

નવા વર્ષની શરૂઆતમાં સોનાના ભાવ ઘટીને થઇ શકે છે રૂપિયા 42000, જાણો સૌથી મોટું કારણ

pratik shah

રશિયાએ દુનિયાની સૌથી તેજ હાઇપરસોનિક એન્ટીશિપ મિસાઇલ જિરકાનનું કર્યું પરિક્ષણ

Nilesh Jethva

પાળતુ કૂતરા સાથે મસ્તી કરવી જો બાઈડનને પડી ભારે, ઈજાગ્રસ્ત થતા ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું આ નિવેદન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!