GSTV

નહીં ડ્રગ્સની રિકવરી, નહીં મેડિકલ ટેસ્ટ, તો પણ NCBના ગાળીયામાં ફસાઈ રહ્યાં છે બોલિવૂડ સ્ટાર્સ

અભિનેતા સુશાંત સિંહ રાજપુતના મોત મામલામાં ડ્રગ્સ કનેક્શને બોલિવૂડને હચમચાવીને રાખી દીધું છે. નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો એટલે કે એનસીબીએ આ દરમયાન દિપિકા પાદુકોણ, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને શ્રદ્ધા કપુર જેવા સેલિબ્રિટી સહિત 7 લોકોને પૂછપરછ કરવા માટે સમન્સ મોકલી દીધું છે. હવે 25 સપ્ટેમ્બરના રોજ દિપિકા પાદુકોણની પૂછપરછ કરવામાં આવશે. જ્યારે સારા અલી ખાન અને શ્રદ્ધા કપુરની 26 સપ્ટેમ્બરના રોજ સવાલ જવાબ કરવામાં આવશે. ગુરૂવારે રકુલ પ્રીત અને સિમોન ખંબાટાની પણ પૂછપરછ કરવામાં આવશે. હવે તેવામાં સવાલ એ ઉઠી રહ્યો છે કે, બોલિવૂડના જે મોટા નામ સામે આવ્યાં છે. તેની પાસેથી ન તો ડ્રગ્સની રિકવરી થઈ છે ન તો તેનો કોઈ મેડિકલ ટેસ્ટ થયો છે. તો પણ આવા લોકો ઉપર એનસીબીનો ગળીયો ફસાઈ રહ્યો છે.

એનસીબી યોજના બનાવીને કરી રહી છે તપાસ

જો કે, નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો આ મામલે કોઈ એક વ્યક્તિ વિશેષની સામે નહીં પરંતુ સમગ્ર એક રેકેટ એમ કહીએ કે મોટા ડ્રગ્સ સિંડિકેટને માનીને કાર્યવાહીને આગળ વધારી રહી છે. આ જ કારણે એનસીબીની ટીમે રિયાને પકડી નહીં પરંતુ તેની આસપાસના તે ડ્રગ પેડલર્સને પકડ્યાં જેના માધ્યમથી ડ્રગ્સની સપ્લાઈ થતી હતી. તે પેડલર્સની પૂછપરછ કરવામાં આવી જેમાં મોટા નામો સામે આવ્યાં હતાં. જેના નામોનો ખુાલાસો થયો તે પણ એનસીબીના હાથે લાગ્યો. મોબાઈલ ઉપર થનારા વ્હોટ્સએપ ચેટ મહત્વના પુરાવા બન્યા. તે બાદ એનસીબી અદાલતમાં ગઈ. પોતાની વાત રાખી અને મોટા ખેલાડીઓ ઉપર ગળીયો કસવાની વાત કરી. આવી રીતે એક બાદ એક મોટા નામે સામે આવતા ગયા. એનસીબી યોજના બનાવીને રિયા ચક્રવર્તીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. તમામ કનેક્શન બેનકાબ થયા છે. પછી ક્વાન કંપની અને જયા સાહાનું નામ સામે આવ્યું. આ કંપનીની કરિશ્મા બેનકાબ થઈ ગઈ. તે બાદ એક કડીને જોડતા એનસીબીએ બોલિવૂડના સૌથી મોટા ડ્રગ્સ સિંડિકેટનો ખુલાસો કરી દીધો. જયા સાહાના ઘણા લોકોના ચેટ સામે આવ્યાં. જો કે, જયા એક ફેસિલિટેટરના રૂપમાં કામ કરી રહી હતી.

વ્હોટ્સએપ ચેટ છે મોટો પુરાવો

વ્હોટ્સએપ ચેટ મોટા પુરાવો છે. આ જ કારણ છે કે એનસીબીને કોઈ મતલબ નથી કે, કોણ ડ્રગ્સ લઈ રહ્યું છે, કોણ નહીં. તેની પાસેથી રિકવરી થઈ છે કે નહીં. તેનું મેડિકલ થયું છે કે નહીં. મેડિકલમાં આવ્યું છે કે નહીં. પરંતુ એનસીબી આ ડ્રગ સિંડિકેટમાં શામેલ તમામ ચહેરા બેનકાબ કરવા માંગે છે. એનસીબીનું ઉદ્દેશ્ય માત્ર ડ્રગ્સ સિંડિકેટની તમામ પત્તાને ખોલવાનું છે. ડ્રગ્સ માટે કેટલાકે કાર્ડથી પૈસા આપ્યા, રોકડ આપી, કોઈએ ડ્રગ્સ મંગાવી અને કોણે લીધી. તેનો ઉપયોગ કર્યો, કોણે ડ્રગ પહોંચાડી. તેવામાં મેડિકલ એક્ઝામીન અર્થ રાખતો નથી. આ જ કારણે બોલિવૂડના કેટલાક મોટા સ્ટાર એનસીબીના ગાળીયામાં ફસાઈ રહ્યાં છે. અને દિપિકા પાદુકોણ, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને શ્રદ્ધા કપુર જેવા સ્ટારના સિતારા ગર્દિશમાં નજરે આવી રહ્યાં છે.

Related posts

મહેબૂબા સાથે બેઠક બાદ ફારુક અબ્દુલ્લા બોલ્યા, અમે એન્ટી-બીજેપી છીએ, એન્ટી-નેશનલ નથી

Dilip Patel

દિલ્હી સીએમ કેજરીવાલે કહ્યુ, “ફ્રી કોરોના રસી પર દરેક ભારતીયનો છે અધિકાર”

Dilip Patel

રાજ્યમાં કોરોનાનાં વ્યાપમાં થયો ઘટાડો, છેલ્લાં 24 કલાકમાં 1021 નવા દર્દીઓ સાથે 6નાં મોત તો 1013 લોકો થયા સાજા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!