GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

આધારમાં આ 6 સુધારા કરવા માટે નહીં આપવા પડે કોઇ ડોક્યુમેન્ટ, જાણી લો આ નવો નિયમ ફાયદામાં રહેશો

aadhaar

તમારા આધાર કાર્ડમાં તમારુ નામ, જન્મ તારીખ તથા લિંગમાં તમે સુધારો કરી શકો છો. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઑફ ઇન્ડિયાએ (UIDAI) પોતાના તાજેતરના જ ટ્વિટમાં કહ્યું કે ફોટોગ્રાફ, બાયોમેટ્રિક્સ (ફિંગર પ્રિન્ટ અને આઇરિસ સ્કેન), લિંગ અને મોબાઇલ નંબર તથા ઇ-મેલ આઇડીમાં ફેરફાર માટે કોઇપણ પ્રકારના ડોક્યુમેન્ટની જરૂર નથી.

આ ફેરફાર કરવા માટે તમારે બસ તમારુ આધાર કાર્ડ લઇને તમારા નજીકના આધાર સેન્ટરે જવાનું છે અને તમારી ડિટેલ્સ અપડેટ કરવાનું છે. આ છ સેવાઓમાં તમે તમારા એડ્રેસને ઓનલાઇન ચેન્જ અથવા અપડેટ કરી શકો છો. આધાર કાર્ડમાં એડ્રેસને ઓનલાઇન ચેન્જ કરવા માટે મોબાઇલ નંબર ફરજિયાત છે કારણ કે તમારા રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર ઓટીપી આવશે.

નવા આધાર માટે અરજી કરનાર ઉપરાંત વર્તમાન આધાર હોલ્ડર્સ ફ્રેશ આધાર એનરોલમેન્ટ, નેમ અપડેટ, એડ્રેસ અપડેટ, મોબાઇલ નંબર અપડેટ, ઇ-મેલ અપડેટ, ડેટ ઑફ બર્થ અપડેટ, જેન્ડર તથા બાયોમેટ્રિક્સ અપડેટ કરવા માટે આધાર સેવા કેન્દ્રની અપોઇન્મેન્ટ લઇ શકો છો.

ભારતના નિવાસી કોઇપણ નાગરિક યુઆઇડીએઆઇ વેબસાઇટ પર અપોઇન્ટમેન્ટ બુક કરી શકે છે. યુઆઇડીએઆઇએ યુટ્યુબ પર એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં આધાર સેવા કેન્દ્રમાં થતી સેવા પ્રક્રિયા વિશે જણાવ્યું છે.

  • કોઇ વ્યક્તિ પોતાનું એડ્રેસ તથા મોબાઇલ નંબર અપડેટ કરાવા માટે આધાર કેન્દ્ર પહોંચે છે.
  • તેણે ટોકન ડેસ્ક પર જવાનું હોય છે.
  • ટોકન લીધાં બાદ તે વ્યક્તિએ પોતાનો વારો આવવાની રાહ જોવાની છે.
  • વારો આવે ત્યારે તેણે પોર્ટલ ડેસ્ક પર જવાનું છે.
  • તે બાદ તેણે વેરિફાયર પાસે જવાનું રહેશે.
  • હવે તેણે કેશ કાઉન્ટર પર પેમેન્ટ કરવાનું રહેશે.
  • તે બાદ તે ઓપરેટર પાસે પહોંચે છે.

આધાર સેવાઓ માટે ચાર્જીસ

  • ન્યૂ એનરોલમેન્ટ- ફ્રી
  • બાળકોની બાયોમેટ્રિક અપડેટ- ફ્રી
  • બાયોમેટ્રિક કે ડિમોગ્રાફિક કે બંને અપડેટ- 50 રૂપિયા

Read Also

Related posts

એર ઇન્ડિયા પ્લેન ક્રેશથી બોલિવૂડ હચમચી ઉઠ્યું, આ સેલીબ્રિટીઓએ કહ્યું આ વર્ષ ખૂબ ક્રૂર છે

Ankita Trada

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સામે દ.ગુજરાતનાં ખેડૂતોમાં રોષ, જાપાનની કોર્ટમાં કરશે ફરિયાદ

Mansi Patel

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ બોલ કોણે ફેંક્યા છે ? જાણો છો કોના નામે હતો આ રેકોર્ડ!

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!