GSTV
World

Cases
6580972
Active
10329641
Recoverd
679539
Death
INDIA

Cases
565103
Active
1094374
Recoverd
36511
Death

ખુલ્લેઆમ આતંકવાદને સમર્થન આપનારા પાકિસ્તાન સાથે વાતચીત નહીં જ : જયશંકર

કેન્દ્રીય વિદેશ પ્રધાન એસ જયશંકરે પાકિસ્તાનની આતંકવાદ મુદ્દે ટીકા કરી હતી, પાક. ઘણા સમયથી વાતચીતની વાતો કરી રહ્યું છે પણ બીજી તરફ આતંકવાદ પણ ફેલાવે છે. આ સિૃથતિ વચ્ચે એસ જયશંકરે કહ્યું હતું કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદ ખતમ નહીં કરે ત્યાં સુધી તેની સાથે કોઇ પણ મુદ્દે વાતચીત શક્ય જ નથી.  જયશંકરે કહ્યું હતું કે પાકિસ્તાન ખુલ્લેઆમ આતંકવાદના વખાણ કરી રહ્યું છે, આવી સિથતિમાં આતંકવાદને સમર્થન આપનારા દેશની સાથે કોઇ પણ સંજોગોમાં વાતચીત શક્ય જ નથી. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ન્યૂ યોર્ક ટાઇમ્સમાં કાશ્મીર મામલે એક લેખ લખ્યો હતો. જેમાં તેમણે સમગ્ર મામલાને ધર્મ સાથે જોડી દીધો હતો અને દાવો કર્યો હતો કે કાશ્મીરમાં મુસ્લિમો હોવાથી આર્ટિકલ 370 નાબુદ કરી દેવાઇ અને વિશ્વ સામે પણ આંગળી ઉઠાવી હતી. આ અંગે જ્યારે જયશંકરને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે ઇમરાન ખાને લેખમાં શું લખ્યું છે તે વાંચવાનો મારી પાસે સમય નથી.

સાથે જયશંકરે કહ્યું હતું કે પાકિસ્તાન આતંકવાદનો સમર્થક છે, ધોળા દિવસે આતંકવાદ ફેલાવી રહ્યો છે આવી સિૃથતિમાં તેની સાથે વાતચીત કેવી રીતે કરવી? સાથે જ કાશ્મીરમાં ઇન્ટરનેટ સેવા બંધ કરવી પડી તે અંગે બોલતી વેળાએ તેમણે કહ્યું હતું કે આતંકવાદીઓની વાતચીત અટકાવવા માટે આ પગલા જરૂરી હતા. ઇમરાન ખાને જે લેખ લખ્યો હતો તેમાં વાતચીત અંગે પણ ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત પાક.ના વિદેશ પ્રધાન શાહ મોહમ્મદ કુરેશીએ પણ કહ્યું હતું કે પાક. યુદ્ધ નહીં વાતચીત ઇચ્છે છે. જેનો જવાબ આપતા એસ. જયશંકરે આ સ્પષ્ટતા કરી દીધી હતી અને પાક.ને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધુ હતું કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદનો ખાતમો ન કરે કે આતંકવાદને સમર્થન ન કરે ત્યાં સુધી તેની સાથે વાતચીત શક્ય જ નથી. આ ઉપરાંત કાશ્મીરમાં આર્ટિકલ 370 નાબુદ કર્યા બાદ આતંકીઓ સક્રીય થઇ ગયા હતા.

જે ઇન્ટરનેટના માધ્યમથી હિંસા ભડકાવવા માગતા હતા પણ તેને એમ કરવા રોકવા માટે ઇન્ટરનેટની સુવિધાને જ થોડા દિવસો માટે સસ્પેન્ડ કરવી પડી હતી, જે અંગે જયશંકરે સ્પષ્ટતા કરી હતી અને કહ્યું હતું કે આતંકીઓ ઇન્ટરનેટનો ઉપયોગ વાતચીત માટે કરે છે. આવી સ્થિતિમાં તેને રોકવા માટે ઇન્ટરનેટ પર પ્રતિબંધો જરૂરી હતા.

Read Also

Related posts

જનતાને મુશ્કેલીમાં નાખીને અમારે તિજોરી ભરવી નથી, અમારા ખર્ચા ઓછા કરીશું પણ મફતની યોજના ચાલુ રહેશે

Pravin Makwana

કુલભૂષણ જાધવ : ભારતને મળી મોટી સફળતા, ઈસ્લામાબાદ હાઇકોર્ટે ઈમરાનને આપ્યો ઝટકો

Karan

5 ઓગસ્ટથી શરૂ થતા જિમ અને યોગ સેન્ટર માટે સરકારે ગાઈડલાઈન કરી જાહેર, આ નિયમોનું પાલન કરવું પડશે

Karan
Do NOT follow this link or you will be banned from the site!