GSTV

રિશભ પંત કે રિદ્ધિમાન સહા, કોને તક મળશે, રહાણેએ આ જવાબ આપ્યો

Last Updated on December 16, 2020 by Mansi Patel

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટનો ગુરુવારથી એડિલેડમાં પ્રારંભ થઈ રહ્યો છે. મેચ અગાઉ ભારતીય ટીમના વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણેએ એમ કહ્યું હતું કે આ મેચમાં ભારતને ઇશાન્ત શર્માની ખોટ પડશે પરંતુ ટીમની રચના અંગે કોઈ ખુલાસો કર્યો ન હતો. વિરાટ કોહલી ભારત પરત આવી જાય ત્યાર બાદ બાકીની ત્રણ ટેસ્ટમાં રહાણે ટીમની આગેવાની લેનારો છે. રહાણેએ પિંક બોલથી રમાનારી પહેલી ટેસ્ટમાં આવનારા પડકારોની પણ વાત કરી હતી.

તેણે જણાવ્યું હતું કે અમારી પાસે મજબૂત બોલિંગ આક્રમણ છે પરંતુ અમને ઇશાન્ત શર્માની ખોટ પડવાની છે. જોકે મને વિશ્વાસ છે કે તેન ગેરહાજરીમાં જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમીની આગેવાનીમાં ભારત શાનદાર બોલિંગ કરશે. રહાણેએ ઉમેર્યું હતું કે ઉમેશ યાદવ, નવદીપ સૈની, મોહમ્મદ સિરાઝ, બુમરાહ અને શમી આ તમામ સારા બોલર છે. તેમની પાસે અનુભવ છે અને તેમને ખબર છે કે ઓસ્ટ્રેલિયન પિચો પર કેવી રીતે બોલિંગ થતી હોય છે.

તેણે ઉમેર્યું હતું કે આ નવી સિરીઝ છે અને તેનો પ્રારંભ પિંક બોલ ટેસ્ટથી થઈ રહ્યો છે. અમારે લય હાંસલ કરવી જરૂરી છે અને મારું માનવું છે કે અમારા બોલર 20 વિકેટ લઈ શકે તેમ છે. ઓપનર્સ અંગે અમે મેચની પૂર્વસંધ્યાએ નક્કી કરીશું.  અમારી પાસે મયંક અગ્રવાલ, પૃથ્વી શો, શુભમન ગિલ અને લોકેશ રાહુલના વિકલ્પો રહેલા છે. વિકેટકીપર તરીકે રિશભ પંત અને સહાનો વિકલ્પ છે. જોકે તેણે એવો ખુલાસો કર્યો ન હતો કે પ્રથમ ટેસ્ટમાં સહા કે પંત બેમાંથી કોને તક મળશે. રહાણેએ જણાવ્યું હતું કે અમારી પાસે બંને વિકલ્પ છે. હવે મેચ અગાઉ અંતિમ ઇલેવન નક્કી થાય ત્યાં સુધી રાહ જોવાની રહેશે.

READ ALSO

Related posts

ખાસ વાંચો/પુરુષોમાં આ ક્વોલીટી જોઇને આકર્ષાય છે મહિલાઓ, જાણી લો તમારામાં છે ગુણ છે કે નહીં

Bansari

હોટલમાં રોકાઓ છો અંતરંગ લીલાઓથી બચવા ખાસ ધ્યાન આપજો, રૂમમાં સ્પાય કેમેરા શોધવાની કામ આવશે આ ખાસ ટિપ્સ

Harshad Patel

ભારતને ટેન્શન/ ખાસ મિત્ર ગણાતા ચીને પાકિસ્તાન માટે અત્યાધુનિક યુધ્ધ જહાજનું કર્યું નિર્માણ, 8 પરમાણુ સબમરિન આપશે

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!