GSTV
India News Trending

ફેક્ટ ચેક/ 12 ધોરણની પરીક્ષાઓ રદ થવાને લઈને ચાલી રહ્યા છે આ સમાચારો, શું છે આવા સમાચારોનું તથ્ય

સત્ર

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે તે મીડિયા રિપોર્ટોનું ખંડન કર્યું છે જેમાં દાવો કરાયો હતો કે બોર્ડ 12મા ધોરણની પરીક્ષાઓ રદ કરી શકે છે. આ સમાચાર સોશ્યલ મીડિયા પર વાયરલ થયા પછી તે વિદ્યાર્થીઓના મનમાં કેટલાય સવાલો પેદા થઈ ગયા. જે આ વર્ષે 12 મા ધોરણના બોર્ડની પરીક્ષા આપવાના હતા.

UGC STUDENTS

બોર્ડ તરફથી 12 ધોરણની પરીક્ષા સંબંધિત હાલ એવો કોઈ નિર્ણય નથી લેવાયો

આ ફેક્ટ સમાચારની સ્પષ્ટતા કરતાં સીબીએસઈએ કહ્યું કે, આ સ્પષ્ટ કરાયું છે કે સીબીએસઈ બોર્ડ તરફથી 12 ધોરણની પરીક્ષા સંબંધિત હાલ એવો કોઈ નિર્ણય નથી લેવાયો જેવું મીડિયામાં કેટલાક વર્ગો દ્વારા અનુમાન લગાવાઈ રહ્યું છે. આ મામલે લેવાયેલો કોઈપણ નિર્ણય આધિકારીક રીતે વિદ્યાર્થીઓને સૂચિત કરવામાં આવશે.

આ બાબતમાં કોઈ અધિકારીક રીતે જાહેરાત કરી નથી

જણાવી દઈએ કે કોરોના સંક્રમણના વધતા કેસને લઈને કેટલાય વિદ્યાર્થીઓએ હેશટેગ #saveboardstudents અને #Cancel12thboardexams નો ઉપયોગ કરીને ઓનલાઈન અભિયાન ચાલુ કર્યું છે. જે પછીથી આશંકા વ્યક્ત કરાઈ હતી કે 12ની પરીક્ષા બોર્ડ સીબીએસઈ રદ કરી શકે છે. જો કે હાલમાં ખબર ખોટી છે. સીબીએસઈએ આ બાબતમાં કોઈ અધિકારીક રીતે જાહેરાત કરી નથી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

વર્લ્ડ નંબર ટુ બેલ્જીયમ ફિફા વર્લ્ડકપમાંથી બહાર: મોરક્કોએ રાઉન્ડ ઓફ 16માં એન્ટ્રી મેળવી

Padma Patel

સરકારની તિજોરી છલોછલ! નવેમ્બરમાં GST કલેક્શન રૂ. 1.46 લાખ કરોડ પરંતુ ઓક્ટોબર કરતાં પાંચ હજાર કરોડ ઓછું! આ છે કારણો

pratikshah

Bilkis Bano Case /  11 દોષિતોની મુક્તિ સામે બિલકિસ બાનોએ સુપ્રીમ કોર્ટમાં ઉઠાવેલા બંને મુદ્દામાં દમ

Nakulsinh Gohil
GSTV