ડિજિટલ પેમેન્ટ્સ માટે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) જેવી સુવિધાથી ઘરે બેઠા સરળતાથી પૈસા ટ્રાન્સફર કરવાની મંજૂરી આપે છે. નાણાં ટ્રાન્સફર કરતી સમયે Paytm, PhonePe, BHIM, Google Pay વગેરે જેવી UPI સપોર્ટિંગ એપ્સની જરૂર પડે છે. ખાસ વાત એ છે કે સ્કેનર, મોબાઈલ નંબર, UPI આઈડી જેવી માત્ર એક જ માહિતી હોય તો પણ UPI પૈસા ટ્રાન્સફર કરવાની મંજૂરી આપે છે. પરંતુ હવે UPI સર્વિસને એક્ટિવેટ કરવાનું સરળ બનશે. 15 માર્ચ, 2022થી બેંક ખાતાધારકો પાસે UPI સેવાને સક્રિય કરવા માટે ડેબિટ કાર્ડને બદલે આધાર અને OTPનો ઉપયોગ કરવાનો વિકલ્પ પણ હશે. આ વ્યવસ્થા હેઠળ બેંક ખાતાને આધાર સાથે લિંક કરવું જરૂરી છે.

એક ન્યુઝ પોર્ટલન અહેવાલ મુજબ, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ આ ફીચર સૌપ્રથમ સપ્ટેમ્બર 2021માં રજૂ કર્યું હતું. NPCI એ પરિપત્ર જારી કર્યો હતો અને બેંકોને 15 ડિસેમ્બર, 2021 સુધી પરિપત્રની સૂચનાઓનું પાલન કરવા કહ્યું હતું. જે પછીથી 15 માર્ચ, 2022 સુધી લંબાવવામાં આવ્યું હતું.

તમારું આધાર કાર્ડ કઈ બેંક એકાઉન્ટ સાથે લિંક થયેલું છે?
આધાર કાર્ડ તમારા કોઈપણ બેંક ખાતા સાથે લિંક છે કે નહીં તે જાણવા માટે બેંક અથવા આધાર કાર્ડ સેન્ટર પર જવાની જરૂર નથી. તમે નીચે આપેલ માર્ગ દ્વારા સરળતાથી શોધી શકો છો.
- સૌથી પહેલા UIDAIની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
- અહીં ‘ચેક યોર આધાર’ અને બેંક એકાઉન્ટની લિંક પર ક્લિક કરો.
- અહીં તમારો આધાર નંબર અને સુરક્ષા કોડ દાખલ કરવો પડશે.
- હવે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે.
- UIDAI વેબસાઇટ પર આ OTP દાખલ કરો.
- અહીં તમને લોગીનનો વિકલ્પ મળશે. તેના પર ક્લિક કરો.
- તમે લોગીન કરતાની સાથે જ તમારા આધાર સાથે જોડાયેલા તમામ બેંક ખાતાઓની વિગતો જાહેર થઈ જશે.
READ ALSO:
- 8મા ધોરણની વિદ્યાર્થીની અભ્યાસના બહાને કરતી હતી આ કામ, પોલીસ તપાસ બાદ તેના મિત્રોના થયા આવા હાલ
- BIG BREAKING: શીખ મુસાફરો આનંદો, સરકારે કર્યો મહત્વનો નિર્ણય હવે કિરપાન સાથે કરી શકાશે ફ્લાઈટમાં મુસાફરી
- KVS Recruitment 2022: કેન્દ્રીય વિદ્યાલયમાં આ પદો પર પરીક્ષા વિના મળશે નોકરી, સેલરી જાણી થઇ જશો ખુશ
- આગામી વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં જૂની પેન્શન સ્કીમનો મુદ્દો મહત્ત્વનો બનશે
- સ્કિન કેર બાબતે મહિલાઓ હોય છે ખાસ સજાગ, પરંતુ ખોટી જાહેરાતોને પગલે આ મિથ્યા બાબતો પર કરવા લાગે છે ભરોસો