GSTV
Home » News » કોઈ કોર્ટ એવું નક્કી ન કરી શકે કે ભગવાન રામ અયોધ્યામાં જન્મ્યા હતા કે નહીં : VHP

કોઈ કોર્ટ એવું નક્કી ન કરી શકે કે ભગવાન રામ અયોધ્યામાં જન્મ્યા હતા કે નહીં : VHP

રામ મંદિર

અયોધ્યામાં રામ મંદિર મામલે દેશમાં રાજકારણ ગરમાયુ છે. વીએચપીએ કુંભ મેળાના એક દિવસ પહેલા કહ્યુ હતુ કે, કોઈ કોર્ટ એવુ નક્કી ન કરી શકે કે, ભગવાન રામ અયોધ્યામાં જન્મયા હતા કે નહી. વીએચપીએ ફરીવાર કેન્દ્ર સરકાર પર દબાણ કરી અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરવાની માગ કરી છે. વીએચપીના અધ્યક્ષ વિષ્ણુ સદાશિવ કોકજેએ જણાવ્યુ કે, ધાર્મિક આસ્થાના મામલામાં કોર્ટે દખલ કરવી ન જોઈએ.

પરંતુ અમે ઈચ્છી રહ્યા છીએ કે, અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે કેન્દ્ર સરકાર તુરંત કાયદો બનાવે. કોર્ટમાં છેલ્લા ઘણા વર્ષોથી રામ મંદિરની સુનાવણી ટાળવામાં આવી રહી છે. કોકજેએ વધુમાં કહ્યુ કે, 31 જાન્યુઆરીના રોજ કુંભ મેળામાં ધક્મ સંસદ મળવાની છે. આ ધર્મ સંસદમાં વીએસપી સાધુ સંતો સાથે રામ મંદિરના નિર્માણ અંગે વિચાર વિમર્શ કરશે. સાંધુ સંતોના માર્ગ દર્શન હેઠશ વીએસપી આગામી રણનીતિ તૈયાર કરશે.

Read Also

Related posts

યુરોપિયન ઓપન ક્વાટરના ફાઈનલમાં પહોંચ્યા એન્ડી મરે, એટીપી ટૂર કક્ષાની આ છઠ્ઠી જીત

pratik shah

આ રિક્ષાચાલકને એકસાથે એટલા ઈ-મેમો મળ્યા કે આંખમાં આસુ આવી ગયા

Nilesh Jethva

કરવાચોથ પર પતિએ ગિફ્ટ ન આપી, વિફરેલી પત્નીએ દોડાવી-દોડાવીને ઢીબી નાંખ્યો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!