મુંબઈ: એશિયાની સૌથી મોટી ઝુપડપટ્ટી તરીકે જાણીતા ધારાવીમાં જ્યાં એક સમયે કોરોના કાબુ બહાર હતો અને સમગ્ર ધરાવી કોરોના હોટસ્પોટ બની ચુકી હતી. જો કે, સૌના આશ્ચર્ય વચ્ચે હવે ધારાવીથી સારા સમાચાર આવી રહ્યા છે. છેલ્લાં એક સપ્તાહથી અહીં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી, તે સાથે જ નવા કેસમાં પણ ઘટાડો નોંધાયો છે.
1 જૂનનાં દિવસે અહીં 34 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતાં, ત્યાં જ 7 જૂનનાં દિવસે 13 નવા કેસની પુષ્ટી થઇ છે, ત્યાં જ 6 જૂનનાં દિવસે માત્ર 10 કેસ નોંધાયા હતાં, સરકારી આંકડા મુજબ ધારાવી કોરોના પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાયો છે.

7 જૂન સુધી ધારાવીમાં કુલ 1912 કેસની પુષ્ટી થઇ ચુકી છે, 30 મેથી 7 જુન સુધી અહીં કોરોનાથી એક પણ વ્યક્તિનું મોત નથી થયું, આ રાહત કરકારનાં આરોગ્ય વિભાગને માટે રાહતનાં સમાચાર છે. તે સાથે જ સંક્રમિત કેસોમાં પણ ઘટાડો નોંધાયો છે. તેનું કારણ ધારાવીમાં મોબાઇલ વાન દ્વારા ઘરે-ઘરે જઇને લગભગ 7 લાખ લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે, જેથી સંભવિત દર્દીઓની તાત્કાલિક ઓળખ કરવામાં આવીને ત્યાર બાદ તેમની સારવાર કરવામાં આવી છે.
ધારાવીની 8 લાખની વસ્તીમાં 8500 લોકોને સરકારી ક્વારન્ટાઇનમાં રાખવામાં આવ્યા, 1 એપ્રિલનાં દિવસે પહેલો કેસ નોંધાયો હતો, ત્યાર બાદ ધારાવી હોટસ્પોટ બની ગયું હતું.