GSTV

દેશના આ 3 રાજ્યોમાં કોંગ્રેસનો 30 વર્ષથી વનવાસ, રાહુલે પીએમ બનવું હશે તો બદલવી પડશે રણનીતિ

દેશનાં ત્રણ મોટાં રાજ્યો એવાં છે જ્યાં છેલ્લા ત્રીસ વરસથી કોંગ્રેસના મુખ્ય પ્રધાન આવ્યા નથી. એક સમય હતો જ્યારે ઇંદિરાજી હયાત હતાં ત્યારે 28 નાનાં મોટાં રાજ્યોમાં કોંગ્રેસની સરકાર હતી. આજે માત્ર સોગન ખાવા પૂરતી રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છે. ઉત્તર પ્રદેશ દેશનું સૌથી મોટું રાજ્ય ગણાય છે. ત્યાં છેલ્લાં કેટલાંય વરસોથી કોંગ્રેસ સત્તા પર નથી. એક સમયે કહેવાતું કે વડા પ્રધાન યા રાષ્ટ્રપતિ ઉત્તર પ્રદેશના હોય છે. એવી જ રીતે બિહાર પણ મોટું રાજ્ય છે જ્યાં છેલ્લાં ઘણાં વરસોથી કોંગ્રેસ સત્તા ગુમાવી ચૂકી છે.

કોંગ્રેસને ફરી બેઠી કરવા માટે રાહુલ ગાંધી પ્રયાસો કરી રહ્યાં હોવા છતાં તેમના પ્રયાસો અપૂરતા પડી રહ્યાં છે. કોંગ્રેસનો એક સમયે દબદબો હતો. જે હાલમાં ભાજપ ભોગવી રહી છે. ઉત્તર પ્રદેશમાં પ્રિયંકા સતત મહેનત કરી રહી છે. આગામી ચૂંટણી જ કોંગ્રેસનું લક્ષ્ય છે. કોંગ્રેસ સારી રીતે જાણે છે કે, દિલ્હીની ગાજી મેળવવી હળે તો યુપી, બિહાર, મહારાષ્ટ્ર અને બંગાળમાં દબદબો જોઈશે. હાલમાં કોંગ્રેસ આ રાજ્યોમાં ઝઝૂમી રહી છે.

પશ્ચિમ બંગાળની વાત કરીએ તો અત્યારે ત્યાં મુખ્ય જંગ તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે છે. કોંગ્રેસનું નામનિશાન લગભગ નષ્ટ થઇ ગયું છે. આમ થવાનું કારણ અંદર અંદરની સ્પર્ધા અને સબળ નેતાગીરીનો અભાવ છે. સોનિયાજી બીમાર રહે છે અને રાહુલ ગાંધી પલટાતા પવનને પારખીને શાસક પક્ષને જવાબ આપી શકતા નથી. ભાજપે છેલ્લાં પાંચ વર્ષમાં જબરી હરણફાળ ભરી લીધી.

જો કે લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં સત્તા મેળવી લીધી એ ઘણું મોટું આશ્વાસન છે. આમ છતાં બિહાર અને પશ્ચિમ બંગાળમાં તોળાઇ રહેલી ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષ હજુ પૂરેપૂરો તૈયાર નથી એવી છાપ પડ્યા વિના રહેતી નથી. કોંગ્રેસ માટે હાલમાં કપરો સમય છે. ગુજરાતમાં પણ સ્થાનિક સરકાર સામે અનેક પડકારો છતાં નબળી નેતાગીરીને પગલે ગુજરાતમાં ભાજપનું એકહથ્થુ શાસન ચાલી રહ્યું છે. કોંગ્રેસ સમયને પારખવામાં હાલમાં નિષ્ફળ ગઈ છે. જો સમય પ્રમાણેના ફેરફારો ના કરી શકનાર કોંગ્રેસ હાલમાં હાંસિયામાં ધકેલાઈ ગઈ હોય તેવી સ્થિતિ છે.

Related posts

આ દેશમાંથી આવી ખુશખબરી, કોરોના વેક્સિનનું ટ્રાયલ સફળ

Nilesh Jethva

યૌદ્ધાઓના વેતન કાપી સરકાર ન કરે અન્યાય, પ્રિયંકાએ યોગી સરકારની કાઢી ઝાટકણી

Ankita Trada

મોદી સરકારના મંત્રીની ફેંકમફેંક : આયુર્વેદ ચિકિત્સાથી સાજા થયા પ્રિન્સ ચાર્લ્સ, 24 કલાકમાં જ ખૂલી પોલ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!