GSTV
Home » News » મોનસૂન સત્રમાં તેલુગૂદેશમ પાર્ટી મોદી સરકાર વિરુદ્ધ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવે તેવી શક્યતા

મોનસૂન સત્રમાં તેલુગૂદેશમ પાર્ટી મોદી સરકાર વિરુદ્ધ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવે તેવી શક્યતા

તેલુગૂદેશમ પાર્ટીએ મોનસૂન સત્રમાં મોદી સરકાર વિરુદ્ધ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની કોશિશો તેજ બનાવી છે. મોનસૂન સત્ર 18મી જુલાઈથી શરૂ થઈ રહ્યું છે. ટીડીપી અધ્યક્ષ અને આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન એન.ચંદ્રાબાબુ નાયડુએ અવિશ્વાસ પ્રસ્તાવના ટેકામાં અલગ-અલગ પક્ષોને પત્ર પણ લખ્યો છે.

ચંદ્રાબાબુ નાયડુ આંધ્રપ્રદેશ માટે વિશેષ દરજ્જાની માગણી કરી રહ્યા છે. આ મુદદા પર ભાજપનું સમર્થન નહીં મળવાને કારણે ટીડીપીએ કેન્દ્ર સરકાર અને એનડીએ સાથે છેડો ફાડયો છે. એનડીએ છોડયા બાદ ટીડીપી હાલ સંયુક્ત વિપક્ષનો ઔપચારીક હિસ્સો નથી. તેવામાં સોમવારે દિલ્હામં વિપક્ષી દળોએ નિર્ણય કર્યો છે કે જો ટીડીપી અવિશ્વાસ પ્રસ્તાવને આગળ નહીં વધારે, તો કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોએ આના સંદર્ભે પોતપોતાના પ્રસ્તાવને આગળ વધારવો જોઈએ.

સૂત્રો મુજબ લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ વિપક્ષી દળોની બેઠક દમરિયાન આ મુદ્દાને ઉઠાવ્યો હતો. તેમણે દેશની સામે અલગ-અલગ મુદ્દાઓ પર સરકારને ઘેરવાની કોશિશોમાં વિપક્ષી દળોના સમર્થનની માગણી પણ કરી છે. ખડગેએ બેઠક દરમિયાન તમામ વિપક્ષી દળોને કહ્યું છે કે જો તેલુગૂદેશમ પાર્ટી મોદી સરકાર વિરુદ્ધ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ નહીં લાવે, તો આ કામ તેમણે કરવું પડશે.

મહત્વપૂર્ણ છે કે સંસદના બજેટ સત્રમાં ટીડીપીએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની કોશિશ કરી હતી. નાયડુ માર્ચમાં એનડીએથી અલગ થઈ ગયા હતા. બજેટ સત્રમાં વિશેષ રાજ્યની માગણીને લઈને આંધ્રપ્રદેશની ટીડીપી અને વાઈએસઆર-કોંગ્રેસ પાર્ટીના સાંસદો દ્વારા ભારે હંગામો કરવામાં આવ્યો હતો.

Related posts

‘ક્યારે કરવી છે પરિવારજનો સાથે અંતિમ મુલાકાત ?’ નિર્ભયા કેસના નરાધમોની ફાંસીનું કાઉન્ટડાઉન શરૂ

Bansari

પ્રેસિડન્ટ ટ્રમ્પનો એટિટ્યૂડ ભારત પ્રત્યે નેગેટિવ, પર્સનલ ફાયદા માટે આવી રહ્યાં છે ભારત

Mayur

પહેલા આમંત્રણ પછી આયોજન છેલ્લે યજમાન ફાયનલ, ડોનાલ્ડ ટ્રમ્પને અમદાવાદ બોલાવનારના જાહેર થયા નામ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!