GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

ભારતની સલામતી સાથે કોઈ સમાધાન નહીં કરાય : અમિત શાહ

મોદી સરકાર ભારતની સલામતી સાથે કોઈ સમાધાન નહીં કરે અને દેશ પર હુમલો કરનારાઓ સામે આકરા પગલાં ભરવા માટે કેન્દ્ર સરકાર તૈયાર છે તેમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે જણાવ્યું હતું. શાહે ખાતરીપૂર્વક કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં 5મી ઓગસ્ટે કલમ 370 નાબૂદ કરાયા બાદ પરિસ્થિતિ ઘણી શાંતિપૂર્ણ છે.

અમિત શાહે દાવો કર્યો હતો કે જમ્મુ અને કાશ્મીરમાં 5મી ઓગસ્ટે કલમ 370 નાબૂદ કરાયા બાદ એક પણ ગોળી ચલાવાઈ નથી અને ગોળીબારમાં એકપણ વ્યક્તિનું મોત નીપજ્યું નથી. ભારતની સલામતી સાથે કોઈ સમાધાન કરવામાં નહીં આવે. અમે આપણી એક ઈંચ જમીન પર પણ હુમલાને સાંખી નહીં લઈએ. અમે આવા હુમલા કરનારા સામે કડક કાર્યવાહી કરીશું. અમે આપણા સૈનિકોના લોહીના એક પણ ટીપાંને વ્યર્થ નહીં જવા દઈએ તેમ અમિત શાહે ઓલ ઈન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશનને સંબોધતા જણાવ્યું હતું.

રાષ્ટ્રીય સલામતી સાથે સમાધાનકારી નીતિ અપનાવવા માટે અગાઉની કોંગ્રેસ સરકારની ઝાટકણી કાઢતાં કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું કે સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક બાદ ભારત અંગે વિશ્વનો દૃષ્ટીકોણ બદલાયો છે અને ભારતની તાકતને વિશ્વે સ્વીકારી છે. ભારતે જમ્મુ અને કાશ્મીરમાં આતંકી હુમલાઓ બાદ સપ્ટેમ્બર 2016માં સર્જિકલ સ્ટ્રાઈક અને આ વર્ષે ફેબુ્રઆરીમાં પાકિસ્તાનના બાલાકોટમાં આતંકી બેઝ પર એરસ્ટ્રાઈક કરી હતી.

READ ALSO

Related posts

શાહપુરનાં યુવકે બુલેટ બાઇકમાંથી બનાવી અનોખી એમ્બ્યુલન્સ, પાડોશી રાજ્યની ખાનગી હોસ્પિટલે આપ્યો 50 બાઈકનો ઓર્ડર

pratik shah

OMG! આ શહેરમાં પતિને દગો આપવો પત્નીને પડ્યો ભારે, ભરવો પડશે લાખો રૂપિયાનો દંડ

Ankita Trada

શહેરની પાંચ વર્ષીય બાળકીનું નામ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાયુ, અમદાવાદનું વધાર્યું ગૌરવ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!