GSTV
Home » News » બેન્કની આ સર્વિસ માટે નવા વર્ષથી નહી આપવો પડે કોઇ ચાર્જ, ગ્રાહકોને થશે આ ફાયદો

બેન્કની આ સર્વિસ માટે નવા વર્ષથી નહી આપવો પડે કોઇ ચાર્જ, ગ્રાહકોને થશે આ ફાયદો

રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાએ બેન્કોને નિર્દેશન આપ્યાં છે કે નવા વર્ષની પહેલી તારીખથી બચત ખાતામાંથી ઑનલાઇન નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફર (NEFT) માટે કોઈ ફી લઈ શકશે નહીં. અગાઉ આરબીઆઇએ જૂનમાં ધિરાણ નીતિની સમીક્ષા સમયે જ ચાર્જીસ હટાવવાનો નિર્ણય લીધો હતો પરંતુ તેને ફરજિયાત રૂપે લાગુ કરવાની તારીખ નક્કી કરવામાં નથી આવી. NEFT અંતર્ગત 2 લાખ રૂપિયા સુધીની રકમ મોકલી શકાય છે.

આરબીઆઇ અનુસાર ઓક્ટોબર 2018થી સપ્ટેમ્બર 2019ના સમયગાળામાં NEFT દ્વારા 252 કરોડ રૂપિયાનું ટ્રાન્જેક્શન થયું છે. વાર્ષિક આધારે આ ટ્રાન્જેક્શનમાં 20 ટકાનો વધારો થયો છે. જો કે એસબીઆઇએ 1 જુલાઇથી ઓનલાઇન NEFT સર્વિસથી લાગતા ચાર્જિસને હટાવી દીધો હતો.

જણાવી દઇએ કે ઓનલાઇન રૂપિયા ટ્રાન્જેક્શન માટે NEFTનો ઉપયોગ કરવામાં આવે છે. આ સર્વિસ અંતર્ગત બેન્ક બ્રાન્ચ અથવા ઇન્ટરનેટ અને મોબાઇલ બેન્કિંગ દ્વારા રૂપિયાનું ટ્રાન્જેક્શન કરી શકાય છે. આરબીઆઇએ NEFT દ્વારા 24 કલાક ટ્રાન્જેક્શનની પરવાનગી આપવાનો નિર્ણય લીધો હતો. આ બદલાવ આ વર્ષે ડિસેમ્બરમાં લાગુ થશે.

વર્તમાનમાં NEFT બીજા અને ચોથા શનિવાર સિવાય ગ્રાહકો માટે સવારે 8 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ઉપલબ્ધ છે. આ ઉપરાંત રિઝર્વ બેન્કે પાર્કિંગ અને પેટ્રોલ પંપો પર પેમેન્ટને ફાસ્ટ ટેગનો ઉપયોગ કરવા માટે જરૂરી વ્યવસ્થા કરવાનો પ્રસ્તાવ મુક્યો છે. આ ઉપરાંત કેન્દ્રીય બેન્કે ભૂટાનમાં રૂપે કાર્ડથી પેમેન્ટની સુવિધા મળવાની પણ જાણકારી આપી હતી. જણાવી દઇએ કે ગત દિવસોમાં પીએમ મોદીએ ભૂટાન પ્રવાસે રૂપે કાર્ડ લૉન્ચ કર્યુ હતુ.

Read Also

Related posts

સોનાના ઘરેણાની માફક હવે પીવાના પાણી માટે પણ આવશે BIS નિયમ, સરકારે કરી છે આ તૈયારી

Bansari

સોનુ ચોરાય કે ખોવાય તો સમજો ગુરૂ છે અશુભ સ્થાને, આ ઉપાયો કરવાથી દૂર થશે જીવનની મુશ્કેલીઓ

NIsha Patel

‘ભારત મેક ઈન ઈન્ડિયાથી રેપ ઈન ઈન્ડિયા તરફ આગળ વધી રહ્યું છે’ : કોંગ્રેસના સાંસદનું વિવાદિત નિવેદન

Mayur
Do NOT follow this link or you will be banned from the site!