GSTV
Home » News » નવા વર્ષમાં ગ્રાહકોને બેન્કોની સોગાત, જાન્યુઆરીથી આ સર્વિસ માટે નહી આપવો પડે કોઇ ચાર્જ

નવા વર્ષમાં ગ્રાહકોને બેન્કોની સોગાત, જાન્યુઆરીથી આ સર્વિસ માટે નહી આપવો પડે કોઇ ચાર્જ

જો તમે ઑનલાઇન ટ્રાન્જેક્શન કરતાં હોવ તો તમને નવા વર્ષમાં મોટી ભેટ મળશે. રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાએ બેન્કોને નિર્દેશન આપ્યાં છે કે જાન્યુઆરી 2020થી નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફર (NEFT) પર સેવિંગ્સ એકાઉન્ટ હોલ્ડર પાસેથી કોઇ ચાર્જ લેવામાં ન આવે.

તેનો અર્થ એ છે કે સેવિંગ એકાઉન્ટ હોલ્ડરને નવા વર્ષમાં NEFT ટ્રાન્જેક્શન પર કોઇપણ પ્રકારનો ચાર્જ નહી આપવો પડે. અગાઉ આરબીઆઇએ જૂનમાં મૌદ્રિક નીતિની સમીક્ષા સમયે જ ચાર્જીસ હટાવવાનો નિર્ણય લીધો હતો પરંતુ તેને ફરજિયાત રૂપે લાગુ કરવાની તારીખ નક્કી કરવામાં નથી આવી.

જો કે એસબીઆઇએ 1 જુલાઇથી ઓનલાઇન NEFT  સર્વિસથી લાગતા ચાર્જિસને હટાવી દીધો હતો. જણાવી દઇએ કે ઓનલાઇન રૂપિયા ટ્રાન્જેક્શન માટે NEFTનો ઉપયોગ કરવામાં આવે છે. આ સર્વિસ અંતર્ગત બેન્ક બ્રાન્ચ અથવા ઇન્ટરનેટ અને મોબાઇલ બેન્કિંગ દ્વારા રૂપિયાનું ટ્રાન્જેક્શન કરી શકાય છે.

આરબીઆઇએ NEFT દ્વારા 24 કલાક ટ્રાન્જેક્શનની પરવાનગી આપવાનો નિર્ણય લીધો હતો. આ બદલાવ આ વર્ષે ડિસેમ્બરમાં લાગુ થશે. વર્તમાનમાં NEFT બીજા અને ચોથા શનિવાર સિવાય ગ્રાહકો માટે સવારે 8 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ઉપલબ્ધ છે.

NEFT અંતર્ગત 2 લાખ રૂપિયા સુધીની રકમ મોકલી શકાય છે. આરબીઆઇ અનુસાર ઓક્ટોબર 2018થી સપ્ટેમ્બર 2019ના સમયગાળામાં NEFT દ્વારા 252 કરોડ રૂપિયાનું ટ્રાન્જેક્શન થયું છે. વાર્ષિક આધારે આ ટ્રાન્જેક્શનમાં 20 ટકાનો વધારો થયો છે.

આ ઉપરાંત રિઝર્વ બેન્કે પાર્કિંગ અને પેટ્રોલ પંપો પર પેમેન્ટને ફાસ્ટ ટેગનો ઉપયોગ કરવા માટે જરૂરી વ્યવસ્થા કરવાનો પ્રસ્તાવ મુક્યો છે.

આ ઉપરાંત કેન્દ્રીય બેન્કે ભૂટાનમાં રૂપે કાર્ડથી પેમેન્ટની સુવિધા મળવાની પણ જાણકારી આપી હતી. જણાવી દઇએ કે ગત દિવસોમાં પીએમ મોદીએ ભૂટાન પ્રવાસે રૂપે કાર્ડ લૉન્ચ કર્યુ હતુ.

Read Also

Related posts

પતિ પત્નીની ઝાડ પર લટકતી હાલતમાં લાશ મળી આવતા ચકચાર

Nilesh Jethva

દિલ્હીના શાહીનબાગમાં CAAનો નહી, PM નરેન્દ્ર મોદીનો થઈ રહ્યો છે વિરોધ

Mansi Patel

અમદાવાદમાં એનએસયુઆઇના કાર્યકર્તા સામે મહિલાએ લગાવ્યો દુષ્કર્મનો આરોપ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!