GSTV

રન મશીનને આ શું થઇ ગયું? 19 ઇનિંગમાં એક પણ સદી નહી, કરિયરના સૌથી ખરાબ દોરમાં કોહલી

Last Updated on February 21, 2020 by Bansari

ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનો ખરાબ પ્રદર્શનનો સિલસિલો યથાવત છે. કોહલી ન્યૂઝીલેન્ડમાં રમાઇ રહેલી બે મેચની ટેસ્ટ સીરીઝની પહેલી મેચના પહેલા દિવસે શુક્રવારે પણ કંઇ ખાસ કમાલ નથી કરી શક્યો. તે સાત બોલનો સામનો કર્યા બાદ ફક્ત બે રન બનાવીને ચાલતો થયો. ચેતેશ્વર પુજારા (11) બાદ મેદાન પર ઉતરેલા કોહલીને જેમિસનના બોલ પર રૉસ ટેલરે કેચ કર્યો.

કોહલીનું ખરાબ ફોર્મ યથાવત

31 વર્ષીય વિરાટ કોહલીનું ખરાબ ફોર્મ અહીં પણ યથાવત છે. કોહલીના ખરાબ ફોર્મનો અંદાજ તેના પરથી જ લગાવી શકાય છે કે તેણે ત્રણેય ફોર્મેટની ગત 19 ઇનિંગ્સમાં એકપણ સદી નથી ફટકારી. કોહલીએ પોતાની છેલ્લી સદી ગત વર્ષે બાંગ્લાદેશ સામે રમાયેલી ઐતિહાસિક ડે-નાઇટ ટેસ્ટ મેચમાં ફટકારી હતી. જ્યારે તેણે 136 રનની શતકીય ઇનિંગ રમી હતી.

સાત ઇનિંગમાં ફક્ત 180 રન

કેપ્ટન વિરાટ કોહલીનું હાલના સમયમાં સીમિત ઓવરોમાં પણ ખરાબ ફોર્મ ચાલી રહ્યું છે. તેણે ન્યૂઝીલેન્ડ પ્રવાસે સાત ઇનિંગમાં ફક્ત 180 રન જ બનાવ્યાં હતા, જેમાં ફક્ત એક અડધી સદી સામેલ હતી. આ પહેલીવાર નથી જ્યારે કોહલી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. અગાઉ ફેબ્રુઆરી 2014થી લઇને ઓક્ટોબર 2014 સુધી પણ તે ત્રણેય ફોર્મેટની 25 ઇનિંગ્સમાં એક પણ સદી ફટકારી શક્યો ન હતો. તેમાં ઇંગ્લેન્ડનો તે પ્રવાસ પણ સામેલ છે, જ્યાં તે પાંચ ટેસ્ટ મેચોમાં ફક્ત 134 રન જ બનાવ્યા હતાં.

તેની પહેલાં કોહલીનું ખરાબ ફોર્મ ફેબ્રુઆરી 2011થી લઇને સપ્ટેમ્બર 2011 સુધી જોવા મળ્યુ હતુ. જ્યારે તેણે સતત 24 ઇનિંગ્સમાં એક પણ સદી ફટકારી ન હતી. કોહલીએ અત્યાર સુધી પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરમાં 70 સદી ફટકારી છે. તેણે 84 ટેસ્ટ મેચમાં 27 અને 248 વન ડે મેચમાં 43 સદી ફટકારી છે.

Read Also

Related posts

રોજગાર દિવસ / 6 ઓગસ્ટના રોજ આટલા આરોગ્ય કર્મીઓને સોંપવામાં આવશે નિમણૂંક પત્રો, ફરજ પરના સ્ટાફ નર્સને પણ નાયબ મુખ્યમંત્રી આપશે મોટી ભેટ

Zainul Ansari

Antique coins / 1 રૂપિયાના સિક્કા માટે મળશે 20 લાખ… શું તમારી પાસે આ 3 પ્રકારના સિક્કા છે?

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!