GSTV
Gujarat Government Advertisement

દિવાળી પહેલાં ઉપાડી લેજો રૂપિયા, બેન્કો તો છે બંધ પણ એટીએમમાં પણ લાગશે આ બોર્ડ

Last Updated on October 22, 2019 by Bansari

ઓક્ટોબર મહિનો પૂરો થવામાં માત્ર 10 દિવસ જ બચ્યા છે પણ આ દરમિયાન એવાં કેટલાય દિવસો છે, જ્યારે દેશનાં અલગ-અલગ ભાગોમાં બેંક બંધ રહેશે. 31 ઓક્ટોબર પહેલાં અલગ-અલગ કારણોને કારણે દેશની મોટાભાગની બેંક બંધ રહેશે.

6 દિવસો સુધી બેન્કો રહેશે બંધ

 10 બેંકોના વિલયના વિરોધમાં આજે બેંક યુનિયને હડતાળની ઘોષણા કરી છે. તો આ જ રીતે 26 ઓક્ટોબરે શનિવારને કારણે પણ બેંક બંધ રહેશે. આમ 27 ઓક્ટોબર એટલે કે દિવાળી પહેલાં 3 દિવસ બેંક બંધ રહેશે. તો 27 ઓક્ટોબરે દિવાળી છે અને રવિવાર છે. ત્યારે પણ બેંક બંધ જ રહેશે. દિવાળી બાદ 28 ઓક્ટોબરે દેશનાં અલગ અલગ ભાગોમાં બેંક નહીં ખૂલે. આ ઉપરાંત 29 ઓક્ટોબરે ભાઈબીજના દિવસે પણ બેંક બંધ રહેશે.આમ 10 દિવસમાં છ દિવસ સુધી બેન્ક બંધ રહેશે.

ATM અત્યારથી જ થઇ ગયાં ખાલી

દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે લોકોને રૂપિયાની જરૂર હશે જ. તેવામાં મોટાભાગના એટીએમ પર લોકોએ પૈસા ઉપાડવા માટે લાઇનોમાં ઉભા રહેવાનો વારો આવી ગયો છે. એટીએમમાં અત્યારથી લાઇનો લાગી રહી છે. સાથે જ દિવાળીના 4-5 દિવસ પહેલાં જ એવા હાલ છે કે ઘણાં એટીએમની બહાર એવા બોર્ડ લગાવી દેવામાં આવ્યાં છે કે એટીએમમાં કેશ નથી. ઓક્ટોબર મહિનાના છેલ્લા 10 દિવસમાંથી 6 દિવસો બેન્કો બંધ રહેવાની છે અને એટીએમની હાલત પણ આવી છે ત્યાં લોકોને રોકડને લઇને ભારે તકલીફ વેઠવાનો વારો આવવાનો છે.

બેન્ક યુનિયનની હડતાલ

10 બેન્કોના વિલયમાં આજે બેન્ક યુનિયને હડતાલની ઘોષણા કરી છે.જેથી આજે વર્કિંગ ડે હોવા છતાં બેન્કોમાં રજા રહેશે અને આથી કરોડોના વ્યવાહરો ઠપ થશે. રોકડ વ્યવહાર, ચેક ક્લિયરન્સના વ્યવહારોને પણ અસર થશે. દેશમા અંદાજે 4 લાખ કર્મચારીઓ બેન્ક યુનિયને આપેલી હડતાલમાં સામેલ થવાના છે.

સ્ટેટ બેન્ક ઇન્ડિયા અને બેન્ક ઓફ બરોડાના એમ બે મર્જરના પરિણામો સારા આવ્યા નહીં હોવા છતાં કેન્દ્ર સરકાર દ્વારા વધુ ૧૦ બેન્કોનું મર્જર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેની સામે આખા દેશમાં બેન્ક કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે. આ સંદર્ભે ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોઇઝ એસોસિએશન અને બેન્ક એમ્પ્લોઇઝ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા એક દિવસની રાષ્ટ્રીય હડતાલનું એલાન કરવામાં આવ્યુ છે. દેશભરમાં ૪ લાખ બેન્ક કર્મચારીઓ આ હડતાલમાં જોડાશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

રાજ્યવ્યાપી દરોડા: ગર્ભપાતની કીટનું ગેરકાયદેસર રીતે થઈ રહ્યુ હતું ઓનલાઈન વેચાણ, કરોડોનો માલ થયો જપ્ત

Pravin Makwana

ચીનમાં 1500 વર્ષથી એક પહાડી પર લટકતું છે આ મંદિર, જાણો તેની પાછળનું કારણ

Vishvesh Dave

1 જુલાઈથી બદલાશે ચેક બુક સંબંધિત આ નિયમો, તમારા ખિસ્સા પર પડશે તેની સીધી અસર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!