GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

રાષ્ટ્રીય ખનિજ નીતિથી આગામી 7 વર્ષમાં ખાણકામ 200% વધશે

ખાણ મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે, રાષ્ટ્રીય ખનિજ નીતિ 2019માં આગામી સાત વર્ષમાં ખનિજનું ઉત્પાદન સ્તરમાં 200 ટકાની વૃદ્ધિ હાંસલ કરવાનું લક્ષ્ય છે, પણ તે માટે ખનિજ ક્ષેત્રથી જોડાયેલા તમામ લોકોના સહયોગની જરૂરીયાત પડશે.

ઉદ્યોગ મંડળ ફિક્કી દ્વારા આયોજીત એક સંમેલનમાં ખનિજ મંત્રાલયના સંયુક્ત સચિવ એ.કે.નાયકે કહ્યું છે કે, આ નીતિથી અર્થવ્યવસ્થામાં ખાણ ક્ષેત્રનું યોગદાન વધારવા માટેનું લક્ષ્ય છે, જે માટે મોટા પાયે સંશોધન દ્વારા દરિયાની ઊંડાઈ સુધી ખનિજોની શોધને પ્રાથમિકતા આપવામાં આવશે.

નાયકે કહ્યું કે, રાષ્ટ્રીય ખાનિજ નીતિ (NMP) 2019 એક સારો પ્રોજેક્ટ છે પણ તેને સફળ બનાવવા માટે આ ક્ષેત્રથી જોડાયેલા તમામ લોકોના યોગદાનની જરૂર પડશે. નાયકે કહ્યું કે, રાષ્ટ્રીય ખાનિજ નીતિ હેઠળ સાત વર્ષોમાં ખનિલ ઉત્પાદનમાં 200 ટકાની વૃદ્ધિનું એક મહત્વકાંક્ષી લક્ષ્ય રખાયું છે. આ નીતિ હેઠળ સાત વર્ષમાં ખનિલ ક્ષેત્રમાં વેપાર ખાદ્યના નુકસાનને 50 ટકા સુધી ઘટાડવાનું પણ લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, વિશેષ શ્રેણીઓ માટે નાના પાયે ખાણકામ કરતી કંપનીઓનું એક સંઘ બનાવવાથી તેમને નાણાં અને ટેકનોલોજી બંનેનો ઉપયોગ કરવામાં મદદ મળી શકે છે.

READ ALSO

Related posts

ગાંધીનગર ખાતે કોરોનાના દર્દીઓની સારવાર માટે ડોક્ટર, પેરામેડિકલની ભરતી પ્રક્રિયામાં માત્ર 20 ટકા લોકોએ દર્શાવી તૈયારી

Nilesh Jethva

અમદાવાદ : કપડાં ધોવા બનાવ્યું ખાસ પ્રકારનું મશીન, કોરોના સામે લડવા છે ઘણુ ઉપયોગી

Nilesh Jethva

ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે ત્રણ આઇપીએસ અધિકારીની ટ્રાન્સફર , જાણો કોની ક્યા કરાઈ બદલી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!