GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

દેશના આ 16 શહેરમાં કોરાનાનો સૌથી વધારે આતંક, ગુજરાતના પણ એક શહેરનો સમાવેશ

દેશના 16 શહેરોને કોરોનાએ ગઢ બનાવી લીધો છે. જેમાં અમદાવાદનો પણ સમાવેશ છે. આ શહેરોમાં સરકારના પ્રયત્નો છતાં પણ કોરોના અટકવાનું નામ લેતો નથી. અમદાવાદમાં કોરોના પોઝિટીવનો આંક 31એ પહોંચ્યો છે. આજે પણ 8 કેસ સામે આવ્યા છે. દિલ્હીનાં નિઝામુદ્દીનના તબલીગી જમાતના માર્કલાજમાં 24 કોરોના પોઝિટિવ મળ્યા બાદ, આ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેનારા હજારો લોકોને શોધવાની અને અલગ રાખવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં તેલંગણા અને આંધ્રપ્રદેશના લોકો શામેલ છે. યુપીમાંથી મરકઝ જનારા 157 લોકોમાંથી 95% લોકો શોધી કાઢવામાં આવ્યા છે. રાજસ્થાને આ કાર્યક્રમમાં ભાગ લેનારાઓની યાદી પણ આમંત્રિત કરી છે. જે લોકો કાર્યક્રમમાં ગયા હતા. જોકે, રાજ્ય સરકારને હજી સુધી ખબર નથી કે કેટલા લોકો દિલ્હી ગયા હતા. લોકડાઉનનું ઉલ્લંઘન કરીને ધાર્મિક પરિષદ યોજવા બદલ આયોજક વિરુદ્ધ દિલ્હી પોલીસે એફઆઈઆર નોંધી અને મારકઝને સીલ કરી દીધું છે. પોલીસે વીડિયો બહાર પાડ્યો છે અને કહ્યું છે કે 23 માર્ચે અમે મારકઝના વરિષ્ઠ લોકોને પ્રોગ્રામ ન કરવા સલાહ આપી હતી.

ગૃહ મંત્રાલયે મંગળવારે કહ્યું – 21 માર્ચ સુધી 1 હજાર 746 લોકો હઝરત નિઝામુદ્દીન મરકઝમાં રોકાયા હતા. તેમાંથી 216 વિદેશી અને 1530 ભારતીય હતા. મરકઝ સિવાય, દેશના વિવિધ ભાગોમાં 21 માર્ચ સુધી 824 વિદેશી લોકો તબલીગી પ્રવૃત્તિમાં સામેલ હતા. રાજ્યની પોલીસને દેશના જુદા જુદા ભાગોમાં ઉપસ્થિત 824 વિદેશીઓ વિશે માહિતી આપવામાં આવી હતી, જેથી દરેકની તબીબી તપાસ અને તમામના ક્વોરેન્ટાઈન માટેની વ્યવસ્થા કરવા અંગે માહિતી આપવામાં આવી હતી. 28 માર્ચે, બધા રાજ્યોને સલાહ આપવામાં આવી હતી કે ભારતીય તબલીગી જમાતનાં લોકો વિશેની માહિતી એકઠી કરો, જેથી તપાસ બાદ તેઓને ક્વોરેન્ટાઈન કરી શકાય.

મરકઝમાં ભાગ લેવાં 2100 વિદેશી પણ પહોંચ્યા હતા

ગૃહ મંત્રાલયે કહ્યું – આ વર્ષે મારકઝમાં સામેલ થવા માટે 2100 વિદેશી લોકો પહોંચ્યા હતા. આમાં ઇન્ડોનેશિયા, મલેશિયા, થાઇલેન્ડ, નેપાળ, મ્યાનમાર, બાંગ્લાદેશ, શ્રીલંકા અને કિર્ગીસ્તાનના લોકો શામેલ છે. સામાન્ય રીતે માર્કજમાં આવતા વિદેશી લોકો નિઝામુદ્દીનની બંગલાવાળી મસ્જિદમાં તેમના આગમનની જાણ કરે છે. અત્યાર સુધીમાં, મારકઝમાં સામેલ થનારા 2,137 લોકોની ઓળખ થઈ છે અને તેમની તબીબી તપાસ કરવામાં આવી છે. નરેલા, સુલતાનપુરી, બકકરવાલા, ઝજ્જર અને એઈમ્સમાં 1339 લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. 303 માં કોરોનાનાં લક્ષણો હતા, જેને દિલ્હીની જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ 16 શહેરો બન્યા છે હોટસ્પોટ

 • દિલશાદ ગાર્ડન, દિલ્હી
 • નિઝામુદ્દીન, દિલ્હી
 • પથનમથિટ્ટા, કેરળ
 • કારસગોડ, કેરળ
 • નોઈડા, ઉત્તર પ્રદેશ
 • મેરઠ, ઉત્તર પ્રદેશ
 • ભિલવાડા, રાજસ્થાન
 • જયપુર, રાજસ્થાન
 • મુંબઈ, મહારાષ્ટ્ર
 • પુણે, મહારાષ્ટ્ર
 • અમદાવાદ, ગુજરાત
 • ઈન્દૈર, મધ્યપ્રદેશ
 • નવાશહેર, પંજાબ
 • બેંગલુરુ, કર્ણાટક
 • આંદામાન અને નિકોબાર
 • ઈરોડ, તમિલનાડુ

આ રાજ્યોમાં છે ખતરો

મધ્યપ્રદેશ

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મારકઝમાંથી પરત આવેલા 100 લોકોને ક્વોરેન્ટાઇન કરવાનો આદેશ આપ્યો છે.

પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળની સરકારે રાજ્યમાંથી મારકઝની ઘટનામાં ભાગ લેનારા રાજ્યના લોકોની તપાસ શરૂ કરી છે.

હિમાચલ પ્રદેશ

રાજ્ય પોલીસ પ્રવક્તાએ કહ્યું કે- નિઝામુદ્દીનના કાર્યક્રમમાં રાજ્યના 17 લોકો હાજર રહ્યા હતા. સરકાર તેમના વિશે જરૂરી પગલાં લેશે.

ઓડિશા

સરકારે નિઝામુદ્દીન મરકઝમાં જોડાનારા ત્રણ લોકોને ઓડિશાથી ક્વોરેન્ટાઇન મોકલ્યા છે. આ લોકો તાજેતરમાં જ દિલ્હીથી પરત ફર્યા હતા.

ઉત્તર પ્રદેશ

અધિકારીઓએ કહ્યું કે રાજ્યના 157 લોકો તેમાં જોડાયા છે. તેમની માહિતી એકઠી કરવામાં આવી રહી છે. 18 જિલ્લામાં હાઈએલર્ટ જાહેર કરાયું છે. આ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકો નિઝામુદ્દીનના મારકઝમાં જોડાવા ગયા હતા.

તમિલનાડુ

તામિલનાડુના આરોગ્ય સચિવ બિલા રાજેશે કહ્યું – નિઝામુદ્દીન મરકઝમાં જોડાયેલા 50 લોકોને કોરોના ચેપ લાગ્યો છે. રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા હવે 124 છે. અહીંથી 1500 લોકો માર્કજમાં જોડાવા ગયા હતા. તેમાંથી 1130 પરત ફર્યા, જ્યારે બાકીના દિલ્હીમાં રહ્યા. 1130 પરત ફરતા લોકોમાંથી, વિવિધ જિલ્લાના 515 જેટલા લોકોને માહિતી મળી છે.

મહારાષ્ટ્ર

આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે કહ્યું કે જે લોકો મહારાષ્ટ્રથી મકરઝમાં જોડાયા હતા તેમની શોધ કરવામાં આવી રહી છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

આસામ

રાજ્યના 299 લોકો મકરજમાં જોડાયા હતા. સરકાર તેમની તપાસ કરાવશે.

ગુજરાત

પોલીસના જણાવ્યા અનુસાર રાજ્યના 76 લોકો મકરઝમાં જોડાયા હતા. તેમની તપાસ કરવામાં આવશે.

દિલ્હી

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું- નિઝામુદ્દીન મારકઝમાંથી અત્યાર સુધી 1 હજાર 548 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. તેમાંથી 441 લોકોને તાવ અને ઉધરસ જેવા લક્ષણો મળ્યા બાદ તેમને હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.

રાજસ્થાન

સરકાર હાલમાં રાજ્યના લોકોની માહિતી એકત્રીત કરી રહી છે જે મકરઝમાં જોડાયા પછી પાછા ફર્યા છે. આ લોકોના સંપર્કની પણ તપાસ કરવામાં આવશે.

પુડ્ડુચેરી

મુખ્યમંત્રી વી નારાયણસ્વામીએ કહ્યું કે પુડુચેરીના કુલ છ નાગરિકો આ કાર્યક્રમમાં ભાગ લેવા ગયા હતા. આ પાંચ લોકોને આઈસોલેશનમાં રાખીને નજર રાખવામાં આવી રહી છે. તેમની તપાસ પણ કરવામાં આવશે.

આંદામાન નિકોબાર

નિઝામુદ્દીનના મરકઝમાંથી પાછા ફરેલાં 10 લોકો કોરોના પોઝીટીવ આવ્યા છે. આ તમામની સારવાર કરવામાં આવી રહી છે.

જમ્મુ-કાશ્મીર

લગભગ 100 લોકોએ મરકઝમાં હાજરી આપી. તેમાંથી એક શ્રીનગરનો હતો. તે મરી ગયો.

કર્ણાટક

રાજ્યના મોટાભાગના જિલ્લાના લોકોએ દિલ્હીમાં તબલીગી જમાત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. બેંગલુરુના 24 લોકો છે. 54 લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. આઠ લોકો બિદરના છે. જેમાંથી એક પોઝીટીવ છે. તેને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

આંધ્રપ્રદેશ

રાજ્યના કુલ 16 લોકોએ નિઝામુદ્દીન મરકઝમાં ભાગ લીધા પછી તેમને અલગ રાખવામાં આવ્યા છે. જેમાં કૃષ્ણા જિલ્લામાં રહેતા એક વ્યક્તિ શામેલ છે.

તેલંગાણા

મકરઝથી પરત આવેલા રાજ્યના છ લોકોનાં મોત નીપજ્યાં છે. તેમાંથી બે લોકોનું મોત ગાંધી હોસ્પિટલમાં થયું હતું. એપોલો હોસ્પિટલ્સ, ગ્લોબલ હોસ્પિટલ, નિઝમાબાદ અને ગઢવાલ હોસ્પિટલોએ એક-એકનું મોત થયુ છે.

મેઘાલય

શિલ્લોંગના સાત નાગરિકો મરકઝમાં જોડાવા ગયા હતા. તેઓ હજી પાછા ફર્યા નથી. પાંચ દિલ્હીમાં છે, જ્યારે બે લખનૌમાં હાજર છે.

છત્તીસગઢ

રાજ્યના 101 લોકોએ નિઝામુદ્દીનના મરકઝમાં ભાગ લીધો હતો. આ બધાને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.

મણિપુર

સરકારે મરકઝમાં જોડાયેલા રાજ્યના તમામ લોકોની તપાસ કરાવવાની વાત કરી છે. આવા લોકોની સૂચિ કેન્દ્ર સરકાર પાસેથી મળી હતી. આ લોકોને નિઝામુદ્દીનના મોબાઈલ ફોન ટાવરથી ટ્રેસ કરાયા હતા.

20 રાજ્યોમાં ચેપનું જોખમ

મારકઝમાં 1 થી 15 માર્ચ દરમિયાન યોજાયેલા કાર્યક્રમમાં દેશ અને વિદેશના 5000 થી વધુ લોકોએ ભાગ લીધો હતો. પરંતુ આ પછી પણ, લગભગ 2000 લોકો અહીં રોકાયા હતા જ્યારે તેમાંથી મોટાભાગના લોકો લોકડાઉન પહેલાં પોતાના ઘરે પરત ફર્યા હતા. તેલંગાણામાં આ કાર્યક્રમમાં જોડાયા બાદ પાછા ફરેલાં સૌથી વધારે છ લોકોનાં મોત નીપજ્યાં છે. અહીંથી સંક્રમણનું જોડાણ દિલ્હી સહિત 20 રાજ્યો સાથે જોડાયુ છે. આમાં તમિળનાડુ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આસામ, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, પુડુચેરી, કર્ણાટક, આંદામાન અને નિકોબાર, આંધ્રપ્રદેશ, શ્રીનગર, દિલ્હી, ઓડિશા, પશ્ચિમ બંગાળ, હિમાચલ, રાજસ્થાન, ગુજરાત, મેઘાલય, મણિપુર અને છત્તીસગઢનો સમાવેશ થાય છે.

READ ALSO

Related posts

આ યુવકથી ક્વોરન્ટાઇન સેન્ટરના વ્યવસ્થાપકો પરેશાન, આઠ લોકોનું ભોજન ઝાપટી જાય છે!

Bansari

JIO પ્લેટફોર્મ સાથે જોડાયા અનંત અંબાણી, 25 વર્ષની નાની ઉંમરમાં મળી મોટી જવાબદારી

Ankita Trada

ચીન તરફથી વધી રહેલી તંગદીલી વચ્ચે અમેરિકા આ દેશમાં તૈનાત કરી રહ્યું છે સૈન્ય

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!