GSTV

નિત્યાનંદ આશ્રમ મામલો: DPS સ્કૂલની માન્યતા રદ્દ કરવાના નિર્ણયને પગલે વાલીઓ-વિદ્યાર્થીઓનો વિરોધ

અમદાવાદ ડીપીએસ સ્કૂલનો વિવાદ વધુ વકરતો જોવા મળી રહ્યો છે. નિત્યાનંદ આશ્રમના વિવાદનો રેલો ડીપીએસ સ્કૂલ સુધી પહોંચ્યો હતો.

અને આખરે સ્કૂલની માન્યતા રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને લઈને સ્કૂલના વિદ્યાર્થીઓ અને વાલીઓ ડીપીએસ સ્કૂલ ખાતે પહોંચ્યા હતા .

અને હલ્લાબોલ કરી વિરોધ દર્શાવ્યો છે. તેમજ સ્કૂલને શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે સ્કૂલ બહાર જ ધરણા શરૂ કરવામાં આવ્યા છે. DPS સ્કૂલના વાલીઓ મણીનગર ઉત્તમનગર ગાર્ડન એકઠા થયા છે. અને સીબીએસસી બોર્ડ હાય હાયના નારા લગાવી વિરોધ કર્યો છે. વાલીઓ ભેગા થઈ ડીઈઓ કચેરી જઇ વિરોધ નોંધાવશે.

માન્યતા રદ થવાને લઈને વાલીઓ આજે હાઇકોર્ટમાં પિટિશન કરશે તેવી આશંકા છે. ઉલ્લેખનીય છે કે નિત્યાનંદ આશ્રમ વિવાદને લઈને ડીપીએસ સ્કૂલની માન્યતા રદ કરવાનો નિર્ણય સીબીએસસી ધ્વરા કરવામાં આવ્યો છે. જેનો વાલીઓ અને વિદ્યાર્થીઓએ હોબાળો મચાવી વિરોધ નોંધાવ્યો છે.

READ ALSO

Related posts

મહીસાગર/ લીમડાના ઝાડ પરથી મળી આવેલી લાશનું રહસ્ય ખુલ્યું, પતિએ જ હત્યા કરવા કાવતરૂ રચ્યું

Pravin Makwana

નર્મદા/ ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો , ડેમની સપાટીમાં થયો ઘટાડો

pratik shah

રાજકોટ/ મધ્યસ્થ જેલમાંથી વધુ એક મોબાઇલ ફોન મળી આવ્યો, પ્રદ્યુમન નગર પોલીસ મથકમાં ગુનો નોધાવ્યો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!