GSTV
Auto & Tech Gujarat Samachar Technoworld Trending

Nitrogen Air/ ખુબ કામની છે નાઇટ્રોજન હવા, કારના ટાયરમાં નાખવાથી થશે આ ફાયદા

નાઇટ્રોજન હવામાં એવું શું છે જે કારના ટાયરની કામગીરી અને એન્જિનને અસર કરે છે. હવે મોટાભાગના લોકો નાઈટ્રોજન એર વિશે જાણે છે પરંતુ તેના ફાયદાઓ વિશે બહુ ઓછા લોકો વાકેફ છે. જો આ હવા ફોર વ્હીલર કે ટુ વ્હીલરના ટાયરમાં નાખવામાં આવે તો તેના શું ફાયદો થાય છે. અહીં અમે તમને જણાવી રહ્યા છે.

ફાયદા:

જ્યારે તમારી કાર અથવા બાઇકના ટાયરમાં સામાન્ય હવા પડેલી હોય ત્યારે તેમાં ઓક્સિજન હોવાને કારણે ભેજ રહે છે. જે તમારી કારના રિમ અને ટાયરને અંદરથી નુકસાન પહોંચાડે છે. પરંતુ જો તમે કારના ટાયરમાં નાઇટ્રોજન હવાનો ઉપયોગ કરો છો, તો આ હવા ઠંડી અને ઓક્સિજન મુક્ત હોવાથી ટાયરની અંદરના ભેજને શોષી લે છે. અને આ રીતે ટાયર અને રિમને ભેજને કારણે થતા નુકસાનને ટાળે છે.

નાઈટ્રોજન હવા ઠંડી હોવાનો બીજો ફાયદો એ છે કે ટાયરનું દબાણ એટલું ઓછું-વધુ નથી થતું જેટલું નોર્મલ હવાના હોવાથી થાય છે. સામાન્ય હવા ઝડપથી ગરમ થાય છે અને ટાયરનું દબાણ વધે છે. જે લાંબી મુસાફરી દરમિયાન અકસ્માતનું કારણ પણ બની શકે છે.

ત્રીજો ફાયદો એ છે કે આ હવાની ઠંડકને કારણે ટાયરની હવા વારંવાર ઓછી-વધુ થતી નથી. તમારે વારંવાર હવા તપાસવાની જરૂર રહેતી નથી અને હવાની યોગ્ય માત્રાને કારણે કારનું ડ્રાઇવિંગ ખૂબ જ સરળ રહેશે. જેના કારણે કારના એન્જિન પર કોઈ ભાર પડતો નથી અને કાર સારી માઈલેજ આપે છે.

નાઇટ્રોજન હવા શું છે?

નાઇટ્રોજન હવા એ ઓક્સિજન વિનાની ઠંડી હવા છે. આ હવામાં આગ ન લાગી શકે. એક રીતે, સરળ ભાષામાં તમે તેને શુષ્ક હવા કહી શકો છો. તે વાતાવરણમાં સૌથી વધુ જોવા મળે છે.

Read Also

Related posts

પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો

Hardik Hingu

Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી

GSTV Web Desk

જર્મનીની જીત / હોકી વર્લ્ડ કપમાં બેલ્જિયમને શૂટઆઉટમાં હરાવીને જર્મનીએ ખિતાબ જીત્યો

Hardik Hingu
GSTV