GSTV
India Trending

નીતિશકુમાર ફરી એક વખત ભાજપ સાથ છોડી મહાગઠબંધનમાં જોડાય તેવી પ્રબળ શક્યતા

બિહારના રાજકીય મોરચા પર અંદરખાને ચાલી રહેલી ગતિવિધિઓ આવનારા દિવસોમાં મોટા ઉલટફેરના સંકેત આપી રહી છે. આરજેડી સાથે છેડો ફાડીને ભાજપ સાથે ગઠબંધન કરીને બિહારમાં સત્તા ટકાવી રાખનાર નીતિશકુમાર ફરી એક વખત ભાજપનો સાથ છોડીને મહાગઠબંધનમાં જોડાય તેવી અટકળો પ્રબળ બની રહી છે.

નિતિશકુમાર ભાજપ વિરોધી નિવેદનો આપવામાં ખચકાઈ રહ્યા નથી. બીજી તરફ તેમણે મુંબઈમાં સારવાર લઈ રહેલા આરજેડી ચીફ લાલુપ્રસાદની ખબર અંતર પણ પૂછતા આ અટકળોને વેગ મળી રહ્યો છે. આ સ્થિતિમાં નિતિશકુમાર સીએમની ખુરશીનુ બલિદાન આપીને મહાગઠબંધન વતી કેન્દ્રમાં ધ્યાન આપી શકે છે. જો મહાગઠબંધનનો સપોર્ટ મળે તો તેઓ દિલ્હીના રાજકારણનો મજબૂત ચહેરો બની શકે છે. ભાજપની સાથે રહીને નિતિશ માટે આ શક્ય નથી. શક્ય છે કે મહાગઠબંધનમાં જોડાઈને નિતિશકુમાર વારાણસીથી જ મોદી સામે લોકસભાની ચૂંટણી લડે. આ સમીકરણ પણ હાલમાં ચર્ચામાં છે. જો આવુ થયું તો તમામ વિપક્ષી પાર્ટીઓ નીતિશનું સમર્થન કરી શકે છે. જેને પગલે તેઓ પીએમ મોદીને મજબૂત ટક્કર આપી શકે છે.

Related posts

જાણો, આ સ્થળે પરણીત મહિલાઓ જ બની શકે છે વેપારી, 200 વર્ષથી ધમધમે છે એશિયાનું સૌથી મોટું વુમન માર્કેટ

GSTV Web Desk

ભાગવતના હિન્દુ અંગેના નિવેદનની પ્રસંશા, ભારતમાં કોઈએ પણ હિન્દુ બનવા માટે ધર્મપરિવર્તન કરવાની જરૂર નથી

Hemal Vegda

કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ, રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટી વિખેરાવાના એરણે

Hemal Vegda
GSTV