GSTV
India News ટોપ સ્ટોરી

નીતિશ ફરી બનશે સીએમ / આરજેડી અને કોંગ્રેસને મળશે ડેપ્યુટી સીએમનું પદ, આ છે સત્તાની નવી ફોર્મ્યુંલા

બિહારમાં ભાજપ અને જેડીયુનું ગઠબંધન ખતમ થઈ ગયું છે અને તેની સાથે જ બિહારના રાજકારણમાં આરજેડી અને જેડીયુનું ગઠબંધન ફરી શરૂ થયું છે. નીતીશ કુમારે રાજ્યપાલને મળ્યા બાદ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું અને મહાગઠબંધન સાથે નવી ઇનિંગની જાહેરાત કરી. મીડિયા રિપોર્ટ મુજબ નીતિશ કુમાર અને આરજેડી વડા લાલુ પ્રસાદ યાદવ વચ્ચેની બેઠકમાં જે સત્તા-વહેંચણીની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે, તેમાં ઓછી બેઠકો હોવા છતાં, નીતિશ મુખ્યમંત્રી રહેશે, પરંતુ આરજેડી પાસે ગૃહ મંત્રાલય રહેશે. અગાઉ નીતીશ દરેક વખતે ગૃહ મંત્રાલય પોતાની પાસે રાખતા હતા. તેજસ્વી યાદવના ખાતામાં ગૃહ મંત્રાલય ઉપરાંત ડેપ્યુટી સીએમનું પદ પણ આવી શકે છે.

નીતીશ કુમારે રાજ્યપાલને મળ્યા બાદ સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ સાથે તેમણે 160 ધારાસભ્યો સાથે નવી સરકાર બનાવવાનો દાવો કર્યો છે. તેઓ મહાગઠબંધન સાથે બિહારમાં નવી સરકાર બનાવવા જઈ રહ્યા છે. રાજભવનમાંથી બહાર આવીને નીતિશ કુમારે મીડિયાકર્મીઓને કહ્યું કે તેઓ હવે NDA ગઠબંધનમાંથી બહાર આવી ગયા છે.

તેમણે કહ્યું કે પાર્ટીના તમામ સાંસદો અને ધારાસભ્યો ઈચ્છી રહ્યા હતા કે એનડીએ ગઠબંધન છોડી દેવામાં આવે. આ નિર્ણય પાર્ટીનો છે. રાજભવનથી એનડીએ ગઠબંધન છોડ્યા બાદ નીતિશ કુમાર તેજસ્વી યાદવને મળવા માટે રાબડીના ઘરે પહોંચ્યા હતા. અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં તે તેજસ્વી યાદવ સાથે આગળની રણનીતિ અંગે ચર્ચા કરી હતી.

READ ALSO

Related posts

અશોક ગેહલોતને સત્તા ટકાવી રાખવા માટે ભાજપનું સમર્થનઃ મંત્રીઓ અમિત શાહના સંપર્કમાં

pratikshah

યુ.પી: સંભલમાં રામલીલાના મંચ પર અશ્લીલતા, બોલિવૂડ ગીતો પર ડાન્સ કરતી જોવા મળી બાર ડાન્સર, વીડિયો વાયરલ થતા કેસ દાખલ

HARSHAD PATEL

BIG BREAKING: ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ની પ્રથમ સીઝનના સ્પર્ધક કોમેડિયન પરાગ કંસારાનું નિધન

pratikshah
GSTV