GSTV
India News Videos ટોપ સ્ટોરી

નીતિશ-લાલુ સોનિયાને મોરચામાં જોડાવા મનાવશે, કોંગ્રેસ વિના ભાજપને ન હરાવી શકાય

નીતિશ કુમારે લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપ વિરોધી પક્ષોને એક કરવાની ઝુંબેશને તીવ્ર બનાવી છે. તેના ભાગરૂપે નીતિશ અને લાલુ પ્રસાદ યાદવ 27 સપ્ટેમ્બરે દિલ્હીમાં સોનિયા ગાંધીને મળશે.

નીતિશ-લાલુ ભાજપને હરાવવા માટે તમામ મતભેદો કોરાણે મૂકીને અન્ય પક્ષો સાથે જોડાણ કરવા સોનિયાને સમજાવશે. બંનેનું માનવું છે કે, કોંગ્રેસ વિના વિપક્ષી એકતાનો મતલબ નથી અને ભાજપને હરાવી પણ ના શકાય.

નીતિશ રવિવારે હરિયાણામાં વિપક્ષોની સંયુક્ત રેલી છે તેમાં ભાગ લેવાના છે. ઓમપ્રકાશ ચોટાલાની પાર્ટી ઇન્ડિયન નેશનલ લોક દળની રેલીમાં આરજેડી નેતા અને નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ પણ હાજરી આપવાના છે.

હરિયાણાની રેલીમાં એનસીપીના પ્રમુખ શરદ પવાર, નેશનલ કોન્ફરન્સના ફારૂખ અબ્દુલ્લા, શિરોમણી અકાલી દળના પ્રકાશ સિંહ બાદલ, સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ અને તેમના પિતા મુલાયમ સિંહ યાદવ પણ હાજર રહેવાના છે.

નીતિશ કુમારે ફૂલપુરથી લોકસભાની ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે પણ મુલાયમ સિંહ અને અખિલેશના આગ્રહના કારણે નીતિશ લોકસભાની ચૂંટણી લડી શકે છે. હરિયાણાની રેલીમાં તેનો નિર્ણય લેવાશે.

READ ALSO

Related posts

રાજકારણ / 27 વર્ષનું સાશન છત્તાં ગુજરાતમાં આ બેઠકો તોડવામાં ભાજપ નિષ્ફળ, મોદી અને શાહની રણનીતિ પણ નથી રહી સફળ

pratikshah

મતના ગણિત/ ભાજપ 60 લાખ આ મતદારોને કરશે ટાર્ગેટ, પીએમ મોદી કરી શકે છે સીધો સંવાદ

HARSHAD PATEL

વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મળ્યો મોટો ઝટકો! મહીસાગર જિલ્લાના ઉપપ્રમુખ ઉદેસિંહ ચૌહાણે આપ્યું રાજીનામું, પંજાને છોડી જોડાયા આપમાં

pratikshah
GSTV