GSTV
Home » News » બિહારમાં લૂ અને તાવનો કહેર, બાળકોનાં મોત થતા લોકો સ્થળાંતર કરવા મજબૂર

બિહારમાં લૂ અને તાવનો કહેર, બાળકોનાં મોત થતા લોકો સ્થળાંતર કરવા મજબૂર

બિહારમાં લૂ અને ગંભીર તાવના કારણે 200 જેટલા લોકોના મોત થયા છે. મોતની ઘટના બાદ રાજ્યના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે આજે હવાઈ નિરીક્ષણ કરવાના હતા. જો કે અંતિમ ઘડીએ તેમણે હવાઈ નિરીક્ષણ કરવાનું રદ્દ કર્યુ. બિહારમાં તાવના કારણે 138થી વધારે બાળકોના મોત થયા છે. જ્યારે ગરમી અને લૂ લાગવાથી 75 જેટલા લોકોના મોત થયા છે.

ગંભીર તાવના કારણે વૈશાલીમાં લોકો ઘર છોડી રહ્યા છે. વૈશાલી જિલ્લાના હરિંબશપુરમાં 10 બાળકોના મોત થયા છે. જ્યારે 19 જેટલા બાળકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મુઝફ્ફરપુરની શ્રી કૃષ્ણ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં બુધવારે વધુ પાંચ બાળકોના મોત થયા. બાળકોના મોત બાદ સરકારે મુઝફ્ફરપુરમાં સરકારે વધુ 11 તબીબોને તૈનાત કર્યા છે. ત્યારે સરકારે મૃતક બાળકોના પરિવારને ચાર-ચાર લાખ રૂપિયાની સહારની જાહેરાત કરી છે.

બિહારમાં લૂનાં કારણે ઔરંગાબાદ, ગયા, નવાદા અને જમુઇમાં સૌથી વધારે મોત થયા છે. આ જિલ્લાઓમાં 15-16-17 જૂને ગરમીનો પારો 45.8 ડિગ્રીથી લઇને 42 ડિગ્રી સુધી નોંધાયું હતું. રાજ્ય આપદા વિભાગે જણાવ્યા પ્રમાણે મંગળવાર સુધીમાં 90 લોકો મૃત્યુ પામ્યા છે.

rajya sabha supreme court

તાવનો મામલો સુપ્રિમમાં પહોંચ્યો

ચમકો તાવનો મામલો છેક સુપ્રિમ કોર્ટ સુધી પહોંચ્યો છે. ઉચ્ચત્તમ ન્યાયાલયે સોમવારે આ મામલે સુનાવણી કરવા માટે સહમતિ દર્શાવી હતી. તેમજ આ મામલે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલય અને બિહાર સરકાર પાસેથી અહેવાલ માગ્યો છે.

READ ALSO

Related posts

ઝેરી સર્પે વૃદ્ધને માર્યો ડંખ તો ગુસ્સામાં તે વૃદ્ધે સર્પને ચાવી નાખ્યો પછી થયું એવું કે…

Path Shah

હાફિઝ સઇદની ધરપકડ બાદ પાકિસ્તાનમાં મહત્વપૂર્ણ બેઠક, સેના પ્રમુખને મળ્યાં PM ઇમરાન ખાન

Bansari

છોકરીએ કર્યુ કંઈક એવું કે હાથીએ ઝીંકી દીધો જોરદાર થપ્પડ, તમે પણ જુઓ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!