બિહાર વિધાનસભા સત્ર 28 જૂનથી શરૂ થઈ ગયું હતું. સોમવારે સત્રના બીજા દિવસે સદનમાં હંગામો જોવા મળ્યો. ચમકી તાવના કારણે રાજ્યમાં બાળકોના મૃત્યુને લઈને નીતીશ સરકારને આડે હાથ લીઘી હતી. નીતીશ કુમારએ વિધાનસભામાં કહ્યું કે, છેલ્લા ઘણા વર્ષથી ચમકી તાવ આવે છે પણ આ વર્ષે તાવની કહેર વધારે જોવા મળી. સાથે જ એમણે કહ્યું કે, બીમારીનું મુખ્ય કારણ જાણી શકાતું નથી.

CM નીતીશ કુમારએ વિધાનસભામાં કહ્યું કે, AES ગંભીર બીમારી છે, તેને લઈને નિષ્ણાતો સાથે ઘણી બેઠકો પણ કરવામાં આવી છે. પરંતુ આ બીમારીનું મુખ્ય કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. તાવને લઇને નિષ્ણાતોમાં પણ મતમતાંતર છે. વળી, અમેરિકાના રિપોર્ટમાં પણ સ્પષ્ટ થઇ શક્યું નથી કે આ તાવ કેવી રીતે ફેલાય છે.

જોકે, નિષ્ણાંતોના મતે જે કારણ સૌથી મોખરે તેમાં લીચી આરોગવાના કારણે આ તાવ વકરતો હોવાનું સામે આવ્યું છે. નિષ્ણાંતો અનુસાર પાકી ગયેલી લીચી લાંબો સમય સુધી જમીન પર પડી રહે અને આ લીચીને બાળકો આરોગે તેવા બાળકોમાં સવિશેષ ચમકી તાવ થયો હોવાનુ સામે આવ્યું છે.

સદનમાં જ્યારે સીએમને પુછ્યું કે ચમકી તાવને અટકાવવા માટે કોઇ ઉપાય છે કે નહીં ત્યારે સીએમએ કહ્યું કે તાવને અટકાવવા માટે એક માત્ર ઉપાય છે જાગૃતતા. કારણ કે, છેલ્લા ઘણા વર્ષોમાં જાગૃતતાના કારણે આ બીમારીથી પ્રભાવિત બાળકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. જોકે, આ વર્ષે લોકો તાવને ઓછા સજાગ જોવા મળ્યા જેના કારણે આ વર્ષે તાવથી પીડિત બાળકોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. અમે લોકોમાં જાગૃતતા આવે તે માટે કર્યક્રમો ચલાવી રહ્યાં છીએ જેમાં ગરમીમાં બાળકોને ભુખ્યા ન રહેવા તે વાત પર ખાસ ભાર મુખ્યો છે.
READ ALSO
- OnePlus 11R 5G Launch: મજબૂત સુવિધાઓથી સજ્જ છે આ ફોન, કિંમત આટલી જ છે
- અનેક નેતાઓ દલિતોના ઘરે જઇને ભોજન કરવાનો દેખાડો કરે છે : મલ્લિકાર્જુન ખડગે
- “આફતાબ પૂનાવાલાએ શ્રધ્ધા વોકરના હાડકાંને મિક્સરમાં પીસીને પાવડર બનાવ્યો, પછી…”: પોલીસ
- જીવીકે ગ્રુપના ઉપાધ્યક્ષે રાહુલ ગાંધીના આરોપને નકારી કાઢ્યો, “અદાણી જૂથ તરફથી કોઈ દબાણ ન હતું”
- રિઝર્વ બેન્કનો મોટો નિર્ણય / હવે વિદેશથી આવતા મુસાફરો પણ કરી શકશે UPIથી પેમેન્ટ