બિહારમાં સત્તા પર આવતાંની સાથે મુખ્ય પ્રધાન નીતીશ કુમારે ભ્રષ્ટાચાર, દારૂબંધીના કાયદાનું ઉલ્લંઘન, રેતી માફિયા સામે પગલાં લેવામાં નિષ્ફળતા વગેરે મુદ્દા આગળ કરીને ઓછામાં ઓછા 644 પોલીસકર્મી સામે શિસ્તભંગના પગલાં લીધાં હતા અને 85ને તો સીધા બરતરફ કરી નાખ્યા હતા.

ચૂંટણી વાયદા પુરી કરવાની કરી શરૂઆત
અત્રે એ યાદ રહે કે તાજેતરમાં થયેલી બિહાર વિધાનસભાની ચૂંટણી વખતે રાજદના તેજસ્વી યાદવે સંખ્યાબંધ સભાઓમાં નીતીશ કુમારની સરકારને બિહારના ઇતિહાસમાં અત્યાર સુધી આવેલી તમામ સરકારોમાં સૌથી ભ્રષ્ટ સરકાર ગણાવી હતી અને એને જાકારો આપવાની હાકલ મતદારોને કરી હતી.


ચૂંટણીમાં ત્રીજા ક્રમે આવ્યા છતાં બન્યા સીએમ
મતદારો તેજસ્વીની દલીલોથી પ્રભાવિત થયા હતા એનો પુરાવો ચૂંટણી પરિણામોમાં દેખાયો હતો. સૌથી વધુ બેઠકો તેજસ્વીના રાજદ પક્ષને મળી હતી. બીજા ક્રમે ભાજપ આવ્યો હતો અને નીતીશ કુમારનો જદયુ પક્ષ છેક ત્રીજા ક્રમે આવ્યો હતો. જો કે ભાજપના સહકારથી નીતીશ કુમાર સતત સાતમી વાર મુખ્ય પ્રધાન તો બન્યા હતા. પરંતુ પોતાને નીચાજોણું થયું એ વાતે એ ખાસ્સા દૂભાયા હતા.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- ડોક્ટર્સ V/S આયુર્વેદ ડોક્ટર્સ: ગુજરાતભરના 29 હજાર તબીબો ઉતરશે ભૂખ હડતાળ પર, આ રહ્યો તેમનો પ્લાન
- ગૌરવ/ ફિલ્મ નાયકની જેમ સૃષ્ટિ ગોસ્વામી રાષ્ટ્રીય બાલિકા દિવસે એક દિવસ માટે ઉત્તરાખંડની મુખ્યમંત્રી બનશે
- વેજલપુર પોલીસ સ્ટેશનના કર્મચારી પર હુમલો કરનાર કુખ્યાત આરોપી અમીન મારવાડી ઝડપાયો, અનેક ગુનામાં છે સંડોવાયેલો
- દેશની આ 3 બેંકોના એકાઉન્ટમાં આપના રૂપિયા છે તો છે સૌથી સેફ, RBIએ આપી ગેરંટી કે કયારેય નહીં ડૂબે
- ડુંગળીની છાલને કચરો સમજીને ફેંકી દેતા હોય તો હવે ન કરશો આ ભૂલ, તેનાં ફાયદા જાણીને ચોંકી જશો