GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

એનડીએમાં તડાં, શાહથી બિહારનો વિવાદ ન ઉકેલાતાં આજે આ નેતાએ સંભાળી કમાન

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે એલજેપીના અધ્યક્ષ રામવિલાસ પાસવાન અને તેમના પુત્ર ચિરાગ પાસવાને મુલાકાત કરી હતી. હવે રામવિલાસ પાસવાન અને ચિરાગ પાસવાન કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલી સાથે મુલાકાત કરવાના છે. સૂત્રોનું કહેવું છે કે અરુણ જેટલી વાતચીત કરીને લોક જનશક્તિ પાર્ટીની નારાજગીને દૂર કરશે. અમિત શાહની સાથે મળીને અરુણ જેટલી બિહારમાં એનડીએના ગતિરોધને દૂર કરવાની સાથે જ ભાજપ, જેડીયુ અને રામવિલાસ પાસવાનની પાર્ટી એલજેપી વચ્ચે સીટ શેયરિંગ ફોર્મ્યુલાને આખરી ઓપ આપશે.

શુક્રવારે બિહારના મુખ્યપ્રધાન અને જેડીયુના અધ્યક્ષ નીતિશ કુમાર પણ દિલ્હી પહોંચી રહ્યા છે. નીતિશ કુમાર અમિત શાહ અને અરુણ જેટલી સાથે મુલાકાત કરીને સીટ શેયરિંગના મામલે આખરી તબક્કાની વાતચીત કરશે. સૂત્રોનું કહેવું છે કે આગામી ત્રણથી ચાર દિવસમાં બિહારમાં એનડીએની બેઠક વહેંચણીની ઘોષણા થઈ જશે. સૂત્રોનું માનવું છે કે બિહારમાં ભાજપ અને જેડીયુ 17-17 બેઠકો અને એલજેપીને 6 લોકસભા બેઠકો ફાળવવામાં આવે તેવી સંભાવના છે.

એલજેપીએ ભાજપના નેતૃત્વ સામે આ ફોર્મ્યુલા રજૂ કરી છે કે બિહારમાં તેમને પાંચ લોકસભા બેઠકો અને રામવિલાસ પાસવાન માટે આસામથી રાજ્યસભાની એક બેઠક ભાજપના ખાતામાંથી આપવામાં આવે. એલજેપીને રાજ્યસભાની એક બેઠક આપવાના બદલામાં તેઓ બિહારમાં પોતાની એક બેઠક ભાજપને આપશે. જો એલજેપીની આ ફોર્મ્યુલા પર સંમતિ બનશે, તો લોકસભાની ચૂંટણીમાં ભાજપ 18 બેઠકો, જેડીયુ-17, એલજેપી પાંચ બેઠકો પર બિહારમાં ચૂંટણી લડે તેવી શક્યતા છે. જો એલજેપીની ફોર્મ્યુલા પર સંમતિ બની જશે, તો 31 ડિસેમ્બર સુધીમાં બિહારમાં એનડીએની બેઠક વહેંચણી મામલે ઘોષણા થવાની સંભાવના છે.

એનડીએમાં ચાલી રહેલી ઉથલ-પાથલો વચ્ચે ગુરુવારે બિહાર ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવે લોકજનશક્તિ પાર્ટીના નેતા અને કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાન તથા તેમના પુત્ર ચિરાગ પાસવાન સાથે મુલાકાત કરી હતી. બાદમાં ત્રણેય નેતાઓ ભાજપ અધ્યક્ષ અમિત શાહના નિવાસસ્થાને પોહંચ્યા હતા. અહીં અમિત શાહ, ભૂપેન્દ્ર યાદવે રામવિલાસ પાસવાન અને ચિરાગ પાસવાન સાથે લગભગ એક કલાક વાતચીત કરી હતી.

તાજેતરમાં ચિરાગ પાસવાને એનડીએમાં સહયોગીઓ પર ધ્યાન આપવાની માગણી કરી હતી. રામવિલાસ પાસવાન, ભૂપેન્દ્ર યાદવ અને ચિરાગ પાસવાન એક જ કારમાં બેસીને અમિત શાહને મળવા માટે પહોંચ્યા હતા. અમિત શાહ સાથેની મુલાકાત પહેલા રામવિલાસ પાસવાને સંસદ પરિસરમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે બિહારમાં બેઠકોની વહેંચણીને લઈને એલજેપી સંસદીય બોર્ડના ચેરમેન ચિરોગ પાસવાન મામલો જોઈ રહ્યા છે.

આ મામલે ચિરાગ પાસવાન જ વાતચીત કરશે. તાજેતરમાં ચિરાગ પાસવાને બિહારમાં સીટ શેયરિંગ અને સરકારની યોજનાઓના જમીન સુધી નહીં પહોંચવા તથા એનડીએના અન્ય પક્ષોના નેતાઓને સરકારમાં આદર-સમ્માન નહીં મળવા પર પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. મહત્વપૂર્ણ છે કે ગુરુવારે જ રાષ્ટ્રીય લોકસમતા પાર્ટીના નેતા અને એનડીએનો હિસ્સો રહેલા ઉપેન્દ્ર કુશવાહાએ મહાગઠબંધનમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે. તેમણે નવી દિલ્હીના કોંગ્રેસ મુખ્યમથકમાં આવીને મહાગઠબંધનમાં સામેલ થવાની ઘોષણા કરી હતી. તેની સાથે મહાગઠબંધનનો હિસ્સો અને રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવ પણ હાજર હતા.

Read Also

Related posts

દેહ વ્યાપાર કરતા પકડાયેલી યુવતી નિકળી કોરોના પોઝિટીવ, 1 ડઝનથી વધુ કોન્સ્ટેબલને કરવા પડ્યા કોરન્ટાઈન

Pravin Makwana

બિહારમાં ફરી આકાશમાંથી વરસ્યું મોત, વિજળી પડવાથી 18 લોકોના નિપજ્યાં મોત

Mansi Patel

JEE-NEETની પરિક્ષા માટે એપ્લીકેશન વિંડો ખુલ્લી, બદલી શકો છો તમારૂ પરિક્ષા કેન્દ્ર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!