GSTV

બિહાર: વિધાનસભામાં નીતીશ કુમારે જીત્યો વિશ્વાસમત, મળ્યા 131 વોટ

Last Updated on July 28, 2017 by

આરજેડીના લાલુ પ્રસાદ કોઇ વ્યૂહરચના ઘડે તે પહેલા નીતીશ કુમાર ફરી મુખ્યમંત્રી બની ગયા છે. મુખ્યપ્રધાન નીતીશ કુમારે વિધાનસભામાં ભારે વિરોદ-હોબાળા વચ્ચે બહુમત પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આશરે બે કલાકની ચર્ચા બાદ નીતીશ કુમારે વિશ્વાસ મત જીતી લીધો છે. નીતીશ કુમારની તરફેણમાં 131 મત અને વિરુદ્ધમાં 108 મત મળ્યા હતા.

નીતીશ કુમારે વિશ્વાસ મત દરમિયાન કહ્યું કે ખુરશી સેવા કરવા માટે હોય છે. સરકાર આગળ ચાલશે. ભ્રષ્ટાચારીઓ અને અન્યાયને સહન નહીં કરાય. બિહાર વિધાનસભામાં ભારે હંગામા વચ્ચે મુખ્યપ્રધાન નીતીશ કુમારે વિશ્વાસમત જીતી લીધો છે. બિહાર વિધાનસભામાં ભારે હંગામા વચ્ચે મુખ્યપ્રધાન નીતિશ કુમારે વિશ્વાસમત રજૂ કર્યો છે. બિહાર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ વખતે આરજેડી અને કોંગ્રેસના ધારાસભ્યોએ બારે હંગામો મચાવ્યો.

આરજેડી અને કોંગ્રેસે બિહાર વિધાનસભા પરિસરમાં નીતિશ કુમાર વિરુદ્ધ પોસ્ટરો દેખાડીને પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ પહેલા વિપક્ષના નેતા તરીકે આરજેડીના નેતા તેજસ્વી યાદવને ચૂંટવામાં આવ્યા હતા. તેજસ્વી યાદવે નીતિશ કુમારને બૉસ તરીકે સંબોધિત કર્યા છે.

તેમણે સવાલ કર્યો છે કે બિહારના 4 વર્ષ શા માટે બરબાદ કરવામાં આવ્યા છે? તેજસ્વી યાદવે લોકશાહીની હત્યા થઈ હોવાનું પણ જણાવ્યું છે. તેજસ્વી યાદવે નીતિશ કુમાર દ્વારા રજૂ કરાયેલા વિશ્વાસ મતનો વિરોધ કરતા કહ્યું છે કે તેમનો બિહારમાં કોઈ જનાધાર નથી. આરજેડી તરફથી બિહાર વિધાનસભામાં ગુપ્ત મતદાનની માગણી કરવામાં આવી છે.

વિશ્વાસ મતનો વિરોધ કરતા તેજસ્વી યાદવે કહ્યું છે કે નીતિશ કુમાર તેમના આત્મવિશ્વાસથી ડરી ગયા હતા. હિંમત હતી તે તેમને પ્રધાનમંડળમાંથી બરતરફ કરવા હતા. આખા દેશનું માનવું છે કે આ પૂર્વનિયોજિત હતું. ગત લોકસભા ચૂંટણીમાં જેડીયુને માત્ર 2 બેઠકો મળી હતી. આરજેડી સ્વાભમિમાની છે અને ભાજપ લોભી છે.

Related posts

આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની સમયમર્યાદામાં થઇ વૃદ્ધિ, 31 ડિસેમ્બર સુધી ITR ફાઈલ કરવા પર નહિ લાગે કોઈપણ ચાર્જ

Zainul Ansari

મોંઘા ફેશિયલ નહિ પણ આ સામાન્ય એવી વસ્તુ રાખશે તમારા ચહેરાને લાંબો સમય યુવાન, એકવાર કરો ટ્રાય અને નજરે જુઓ પરિણામ

Zainul Ansari

Twitter: નવા આઇટી નિયમો હેઠળ ટ્વિટરે નિયુક્ત કર્યા અધિકારીઓ, કેન્દ્રએ આપી હાઇકોર્ટમાં જાણકારી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!