GSTV
Home » News » 100થી વધુ બાળકોના મોત બાદ નીતિશ કુમાર પહોંચ્યા હોસ્પિટલ, બહાર લોકોએ કર્યો વિરોધ પ્રદર્શન

100થી વધુ બાળકોના મોત બાદ નીતિશ કુમાર પહોંચ્યા હોસ્પિટલ, બહાર લોકોએ કર્યો વિરોધ પ્રદર્શન

બિહારમાં ગંભીર તાવના કારણે ૧૦૦થી વધારે બાળકોના મોત બાદ સીએમ નીતિશ કુમાર દોડતા થયા છે. નીતિશ કુમારે મુજફ્ફરપુરમાં આવેલી હોસ્પિટલની મુલાકાત લીધી. અને બાળકોની સારવાર અંગે હોસ્પિટલના ડોક્ટર્સ સાથે  સમીક્ષા બેઠક કરી હતી.  બિહારમાં છેલ્લા ૧૮ દિવસથી બાળકોના ગંભીર તાવના કારણે મોત થઈ રહ્યા છે. જેથી નીતિશ સરકાર વિરોધીઓના નિશાને આવી છે.

આરજેડી નેતા મનોજ ઝાએ બાળકોના મોત મામલે જણાવ્યુ હતુ કે, બિહારમાં બાળકોના મોત થઈ રહ્યા છે. ત્યારે સરકાર પણ આ મામલે ગંભીર નથી.  બિહારમાં બાળકોના મોત નહીં પણ હત્યા કરવામાં આવી છે. મોતની ઘટના બાદ જાગેલી બિહાર સરકારે મૃતક બાળકના પરિવારને ચાર-ચાર લાખ રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી છે. બાળકોના મોત વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન હર્ષવર્ધને મુજફ્ફરપુરની મુલાકાત લીધી હતી. અને સ્થિતિની સમીક્ષા કરી હતી.

મહત્વનું છે કે અગાઉ નીતીશ કુમારે આ મામલે દુ:ખ વ્યક્ત કર્યું છે અને દાવો કર્યો છે કે સરકાર બની શકે તે દરેક પ્રકારના પ્રયાસ કરી રહી છે. આ બિમારી અન્ય રાજ્યોમાં પણ ન પહોંચે માટે બિહારની આસપાસના રાજ્યોમાં સાવચેતીના ભાગરુપે પ્રશાસન દ્વારા પગલા લેવામાં આવી રહ્યા છે. એક્યુટ એન્સેફલીટિસ સીન્ડ્રોમ તરીકે ઓળખાતા આ તાવને કારણે વ્યક્તિના મગજમાં સુજી જાય છે. આ તાવ વાયરલ ઇન્ફેક્શનને કારણે થાય છે. જેને પણ આ તાવ આવે છે તેને શરીર પર મોઠી અસર થઇ શકે છે.

બાળકો આવા તાવને કારણે બેભાન થઇ જાય છે. આ ઉપરાંત શરીરમાં નબળાઇની પણ અસર થાય છે. મગજ સંતુલીત નથી રહેતું. બોલવા અને સાંભળવાની સમસ્યા વધી જાય છે. આ તાવ હાલ બિહારમા બહુ જ તેજીથી ફેલાઇ રહ્યો છે, જેનું એક કારણ ગરમી પણ માનવામાં આવે છે. 

બાળકો વધુ સમય સુધી ભુખ્યા રહે તો તેને વધુ અસર થાય છે. બીજી તરફ આંકડાને લઇને સરકાર અલગ અલગ દાવા કરી રહી છે. બિહાર સરકારનો દાવો છે કે આ તાવને કારણે ૧૦ના જ મોત નિપજ્યા છે. આ તાવમાં શરીરમાં શુગરનું પ્રમાણ પણ ઘટી જાય છે. જેને કારણે પણ આ મોત નિપજ્યા હોવાનો દાવો પ્રશાસને કર્યો હતો.

Read Also

Related posts

‘ભારતમાં જ રચાયું હતું પુલવામા હુમલાનું કાવતરું, જૈશના કારણે પાકિસ્તાન પર લાગ્યો આરોપ’

NIsha Patel

હાર્દિકે પણ સ્વીકાર્યું, ‘ જૂનાગઢમાં ચોક્કસ પરાજય થયો છે…’

Mayur

રાજ્ય સરકારની કબૂલાત, ‘અછત મુદ્દે કેન્દ્ર સરકારે વધારે બજેટ ફાળવ્યું નહીં’

Mayur
Do NOT follow this link or you will be banned from the site!