GSTV

મમતા સાથેની પ્રશાંત કિશોરની મુલાકાત ઉપર નીતીશ કુમારની સ્પષ્ટતા, પ્રશાંત કિશોરની સંસ્થા સાથે JDUનો કોઈ સબંધ નહિ

બિહારનાં મુખ્યમંત્રી અને જદયૂનાં અધ્યક્ષ નીતીશ કુમારે તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ અને પશ્વિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે પ્રશાંત કિશોરની મુલાકાતને ક્લિનચીટ આપી દીધી છે. કહેવાઈ રહ્યુ છેકે,પ્રશાંત કિશોર વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જી માટે રણનિતી તૈયાર કરશે. પ્રશાંત કિશોર ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓ માટે રણનિતી તૈયાર કરવા માટે જાણીતા છે.

નીતીશ કુમારે પહેલીવાર પ્રશાંત કિશોરની સંસ્થા માટે પોતાનું મંતવ્ય આપ્યુ છે. તેમણે કહ્યુ હતુકે, JDUનો પ્રશાંત કિશોરની સંસ્થા સાથે કોઈ સંબંધ નથી. પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે પ્રશાંત કિશોરની મુલાકાત બાદ ઘણા સવાલો ઉભા થયા હતા. જેને BJPના કેટલાંક નેતાઓ પચાવી શકતા ન હતા કે, પાર્ટીનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ હોવા છતાં તેમણે મમતા બેનર્જી સાથે મુલાકાત કેમ કરી હતી?

આ બધા સવાલોને વિરામ આપતા નીતીશકુમારે કહ્યુ હતુકે, પ્રશાંત કિશોરને જે જવાબદારી સોંપવામાં આવી છે, તેઓ તેનું કામ કરી રહ્યા છે. તેમનું ચૂંટણીને લઈને સંગઠન ચાલી રહ્યુ છે. તેના વિશે તેઓ જણાવી શકે છે. નિતીશકુમારે કહ્યુ હતુકે, અમારો તેની સાથે કોઈ સંબંધ નથી. પ્રશાંત કિશોરના ચૂંટણી રણનિતીકાર તરીકે કામ કરવાની સાથે પાર્ટીને કોઈ લેવા-દેવા નથી. પ્રશાંત કિશોર હાલમાં જ ચર્ચામાં ત્યારે રહ્યા હતા. જ્યારે આંધ્ર પ્રદેશમાં તેમણે જગનમોહન રેડ્ડી માટે કામ કર્યુ અને તેમને સત્તા અપાવી હતી. આંધ્ર પ્રદેશમાં જગનમોહન રેડ્ડીને વિધાનસભા અને લોકસભાની સીટો જીતાડવા માટે પ્રશાંત કિશોરનું જ દિમાગ હતુ.

કારણકે આ ચૂંટણીમાં પ્રશાંત કિશોરની ટીમ જગનમોહન રેડ્ડીની પાર્ટી સાથે જોડાઈ હતી. મમતા બેનર્જીની સાથે પ્રશાંત કિશોરનું જોડાવાનું રાજકીય મહત્વ એટલે પણ વધારે છે કેમકે પ્રશાંત કિશોરની ચૂંટણી રણનીતીને કારણે મમતા બનર્જી ફરીથી બંગાળની જમીન ઉપર પગ જમાવવાના પ્રયાસમાં છે.

જેને બીજેપીએ લોકસભા ચૂંટણીમાં હલાવી દીધા હતા. જેને કારણે મમતાએ 2021ની વિધાનસભા ચૂંટણી માટે પ્રશાંત કિશોરને પોતાની સાથે જોડી દીધા છે. પ્રશાંત કિશોરની ચૂંટણી રણનીતીને કારણે આંધ્ર પ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુએ ખુરશી ખોવી પડી છે. પ્રશાંત કિશોરની ચૂંટણી રણનીતીને કારણે જગન મોહન રેડ્ડીની પાર્ટીએ બધી જ 25 સીટો જીતી અને વિધાનસભામાં 175માંથી 150 સીટો જીતી છે.

READ ALSO

Related posts

શું મહામારીના આંકડાઓ છૂપાવવા ઉચ્ચકક્ષાએ થઇ રહ્યાં છે પ્રયાસો, અન્ય રાજ્યો કરતાં ગુજરાતે કોરોનાને ઝડપથી કાબુમાં લીધો!

pratik shah

જગતનું જમાદાર હોમાયું કોરોનાના ખપ્પરમાં, છેલ્લા 26 દિવસમાં રોજના એક લાખ કેસ નોંધાયા: ભયાવહ સ્થિતિ

pratik shah

કોવિશીલ્ડનો સાઈડ ઈફેક્ટનો એક વોલિયન્ટરે કર્યો દાવો, સીરમ ગ્રુપે 100 કરોડનો કર્યો માનહાનિનો કેસ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!