GSTV
Home » News » પોર્ન સાઈટ પર નીતીશની વોર્નિંગ, દેશભરમાં આવી વેબસાઈટ બંધ કરે કેન્દ્ર સરકાર

પોર્ન સાઈટ પર નીતીશની વોર્નિંગ, દેશભરમાં આવી વેબસાઈટ બંધ કરે કેન્દ્ર સરકાર

બિહારના મુખ્ય મંત્રી નીતીશ કુમારે પોર્ન સાઈટ પર બેન લગાવવાની વાત કરી છે. તેમણે એક કાર્યક્રમમાં સંબોધિત કરતા કહ્યું કે, આવી વેબસાઈટ જોઈને લોકોની માનસિકતા બગડે છે.

અમે કેન્દ્ર સરકારને જાણ કરીશું

તેમણે વધુમાં કહ્યું કે, પોર્ન સાઈટ પર આવી ગંદી વસ્તુઓ દેખાડવામાં આવે છે. ઈન્ટરનેટના સહારે આ બધુ થઈ રહ્યું છે. તેમનો દુર ઉપયોગ થઈ રહ્યો છે. અમે લોકોએ નક્કી કર્યું છે કે અમે કેન્દ્ર સરકારને જાણ કરીશું કે આવી સાઈટથી યુવાઓ પર તેની ખરાબ અસર પડે છે જેથી તેને બંધ કરવામા આવે. અમારા બિહાર સહિત બધી જગ્યા આ સાઈટ બંધ કરો જેથી આવી ખરાબ વસ્તુઓ યુવા જોઈ ના શકે.

હજુ પણ ચાલુ છે પોર્નસાઈટ

નોંધનીય છે કે ભારતમાં પોર્ન સાઈટ પર બેન હોવા છતા તે હજુ પણ ચાલું છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનની ચેતવણી છતા દેશભરમાં લોકો મોબાઈલ અને કમ્પ્યુટર પર લોકો જોઈ રહ્યા છે.

વર્ષ 2015માં કેન્દ્ર સરકારે 857 પોર્ન સાઈટ બંધ કરી દીધી હતી. સરકારે ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરને આ બાબતે નોટિફિકેશન પણ જાહેર કર્યું હતું. આદેશ બાદ ટેલિકોમ કંપનીઓએ સાઈટને બંધ કરવાનું શરૂ કરી દીધું હતું. છતા પણ ભારતમાં કેટલીયે પોર્ન વેબસાઈટ આસાનીથી ખુલે છે.

ભારત સરકારે શરૂઆતમાં .com ડોમેનની સાથે ખુલવાવાળી પોર્ન સાઈટ પર પ્રતિબંધ લગાવ્યો હતો. પરંતુ પ્રતિબંધના થોડા સમયમાં જ તેનો બીજો વિકલ્પ શોધી લેવામાં આવ્યો હતો. હવે પોર્ન સાઈટ .comને બદલે .org કે net દ્વારા ખોલવામાં આવે છે. નોંધનીય છે કે સીએમ નીતીશ કુમારનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે હૈદરાબાદમાં લેડી ડોક્ટરના રેપ બાદ તેની હત્યા કરવામાં આવી છે અને ઉન્નાવમાં પણ આરોપીઓએ યુવતી સાથે ગૈંગરેપ કરી જીવતી સળગાવવાની કોશીશ કરી હતી.

READ ALSO

Related posts

મહાશિવરાત્રીના મેળામાં ઉમટ્યું માનવ મહેરામણ, મોરારી બાપુ અને માયાભાઈ આહીરે પણ લીધી મુલાકાત

pratik shah

દિલ્હીની હાર પર RSSની ભાજપને ચેતવણી, મોદી અને શાહ હંમેશાં મદદ ન કરી શકે

Mayur

હર હર મહાદેવના નાદ સાથે દેશભરમાં મહાશિવરાત્રીની ધામધૂમ પૂર્વક ઉજવણી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!