GSTV

સુશાંત સિંહના મોતના મામલાને રાજકીય હાથો બનાવનાર પૂર્વ DGPને ચૂંટણી લડવાના અભરખા જાગ્યા

બિહારમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ પોતાના પદ પરથી સ્વૈચ્છિક નિવૃત્ત થઈ રાજીનામું આપનારા સુશાંત સિંહના મોતને રાજકીય હાથો બનાવનારા બિહારના પૂર્વ ડીજીપી ગુપ્તેશ્વર પાંડે લોકસભાની પેટા-ચૂંટણી લડી શકે છે. નીતિશ કુમારની જનતા દળ યુનાઇટેડ વાલ્મીકી નગર બેઠક ઉપરની પેટા ચૂંટણીમાં ઉમેદવારી કરી શકે છે. નીતિશ કુમારે ગુપ્તેશ્વર પાંડેને વિધાનસભા અથવા લોકસભાની ટિકિટ આપે છે તેવું ચિત્ર આગામી કેટલાક દિવસોમાં સ્પષ્ટ થઈ જશે. વીઆરએસ લેનાર બિહારના ડીજીપી ગુપ્તેશ્વર પાંડે 1987 ની બેચના આઈપીએસ અધિકારી હતા. હવે એ વાત પ્રસ્થાપિત થઈ ગઈ છે, કે શુસાંત સિંહના કેસમાં બિહારના નીતિશ કુમારે રાજકારણ ભેળવીને ફાયદો લીધો અને લોકોને મત આપવા છેતરવાનો તુક્કો શોધી કાઢ્યો હતો.

સુશાંત

ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ મામલામાં ચર્ચામાં આવેલા ડીજીપી ગુપ્તેશ્વર પાંડેએ અભિનેતાના મોત અંગે મુંબઈ પોલીસની તપાસ ઉપર અનેક સવાલો ઉભા કર્યા હતા. બિહાર પોલીસ અધિકારી અને તપાસ ટીમ સાથે મહારાષ્ટ્ર સરકાર અને મુંબઇ પોલીસે જે રીતે ગેરવર્તન કર્યું તેનાથી ડીજીપીને ઘણું દુ:ખ થયું. તેમણે અનેક ટીવી ચેનલો પર ઈરાદાપૂર્વક આ ઘટનાની ટીકા કરી હતી. ગુપ્તેશ્વર પાંડેની સ્વૈચ્છિક નિવૃત્તિ બાદ ડીજીપીનો વધારાનો હવાલો એસ.કે.સિંઘલને સોંપાયો છે. ખરેખર, ગુપ્તેશ્વર પાંડેને ડીજીપી તરીકેનો કાર્યકાળ પૂરો થવા માટે લગભગ 5 મહિનાનો સમય બાકી હતો, પરંતુ તે પહેલાં તેણે વીઆરએસ લીધું હતું. તેમનું રાજીનામું સ્વિકારી લેવામાં આવ્યું છે.

READ ALSO

Related posts

પાકિસ્તાની સંસદનો ખુલાસો ભાજપ માટે ‘અભિનંદન’, કોંગ્રેસ પર નિશાન સાધવાની મળી તક

pratik shah

IPL 2020/ જાડેજાએ કોલકાતા પાસેથી છીનવી લીધી જીત, ચેન્નાઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું

Pravin Makwana

ભાજપ જેડીયુ પર કોંગ્રેસના સચિન પાયલટે ચલાવ્યા શબ્દબાણ, આપવા પડી રહ્યા છે સવાલોના જવાબ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!