GSTV

બિહાર : નીતીશ સરકારના નવા કેબિનેટનું વિસ્તરણ, 26 પ્રધાનોએ લીધા શપથ

Last Updated on July 29, 2017 by

બિહારની નવી સરકારના મંત્રીમંડળમાં આજે વિસ્તરણ કરવામાં આવ્યું. સાંજે 5 વાગ્યે નીતીશ કુમારે નવી કેબિનેટના 26 મંત્રીઓ ગોપનીયતા સાથે શપશ ગ્રહણ કર્યા. જ્યારે ભાજપ નેતા અને હિમાચલ પ્રદેશના પ્રભારી મંગલ પાંડે સમયસર ન પહોંચી શકવાનને કારણે શપથ લઇ શક્યા નહીં.

બિહારના રાજભવનમાં રાજ્યપાલ કેશરી નાથ ત્રિપાઠીએ જેડીયૂ અને એનડીએના પ્રધાનોને પદ અને ગોપનીયતાના શપથ ગ્રહણ કરાવ્યા. મહત્વનું છે કે નીતિશ કુમારના નેતૃત્વવાળી જેડીયુ અને એનડીએની જોડાણ સરકારે વિશ્વાસમત જીત્યા બાદ હવે બિહાર સરકારના કેબિનેટનું વિસ્તરણ થયું છે.

જેડીયુના કોટામાંથી પ્રધાનમંડળમાં લલનસિંહ, વિજેન્દ્ર યાદવ, કૃષ્ણનંદન વર્મા, મહેશ્વર હજારી, મદન સહની, સંતોષ નિરાલા, ખુર્શિદ આલમ ફિરોજ, શૈલેશ કુમાર, જયકુમાર સિંહ, મંજૂ વર્મા અને કપિલદેવ કામમત પ્રધાન પદે શપથ ગ્રહણ કર્યા.

ભાજપમાંથી નંદકિશોર યાદવ, પ્રેમકુમાર, રામનારાયણ મંડલ, વિનોદનારાયણ ઝા, સુરેશ શર્મા, કૃષ્ણકુમાર ઋષિ, વિનોદ કુશવાહા અને રાણા રણધીર શપથગ્રહણ કર્યા. એલજેપીમાંથી પશુપતિ પારસ અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન જિતનરામ માંઝી પણ નીતિશ કુમારના પ્રધાનમંડળમાં સામેલ થવાના છે.

મહત્વપૂર્ણ છે કે નીતિશ કુમારે 26 જુલાઈ-2017ના રોજ સાંજે બિહારના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપીને લાલુપ્રસાદ યાદવ સાથેનું રાજકીય જોડાણ તોડવાનું એલાન કર્યું હતું. તેના બીજા દિવસે નીતિશ કુમારે ભાજપના ટેકાથી બિહારના મુખ્યપ્રધાન તરીકે છઠ્ઠી વખત શપથ લીધા હતા. 28 જુલાઈએ બિહાર વિધાનસભામાં નીતિશ કુમારની સરકારે 131 ધારાસભ્યોના ટેકા સાથે બહુમતી સાબિત કરી હતી.

 

Related posts

C-295 ડીલ આત્મનિર્ભર ભારત અભિયાનને આપશે પ્રોત્સાહન, આ ભારતીય કંપની કરશે દેશમાં જ 56 એવરો ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું નિર્માણ

Pritesh Mehta

એક બેટા ઐસા ભી / માતા નજીક રહે એટલા માટે મંદિરમાં સ્થાપિત કરી મૂર્તિ, પોતે લખી આરતી: હવે ‘ગીતા કી ક્લાસ’ની તૈયારી

Zainul Ansari

જાણવા જેવું / UN મહાસભામાં દર વખતે ક્યા દેશના રાષ્ટ્ર પ્રમુખનું હોય છે સૌ પ્રથમ ભાષણ? જાણો તેના પાછળનું કારણ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!