GSTV
India News Trending

બિહારનું રાજકારણ/ પ્રધાનમંત્રી બનવા માટે દાઉદ સાથે હાથ મિલાવી શકે છે નીતિશ કુમાર, ભાજપના સાંસદે કર્યા આવા આકરા પ્રહાર

બિહારના રાજકારણમાં આવેલા વાવંટોળને પગલે હવે એકબીજા પર આક્ષેપબાજીઓ થઈ રહી છે. એનડીએ સાથે ગઠબંધન તોડી મહા ગઠબંધનમાં નીતિશ કુમાર જોડાતા ભાજપ સમસમી ગયું છે. નીતિશ કુમારે છેડો ફાડતા બિહારમાં રાજકીય ઘમાસાણ વચ્ચે ભારતીય જનતા પાર્ટીના સાંસદ છેદી પાસવાને દાવો કર્યો હતો કે હાલના મુખ્યમંત્રી અને જનતા દળ (યુનાઈટેડ)ના નેતા નીતીશ કુમાર એટલા લાલચુ છે કે વડાપ્રધાન પદ માટે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથે હાથ મિલાવી શકે છે. નીતીશ કુમારે બીજેપી સાથે ગઠબંધન તોડીને મહાગઠબંધનમાં સામેલ થઈને બિહારમાં સરકાર બનાવી ત્યાર બાદ પાસવાનનું આ નિવેદન આવ્યું છે.

બિહાર

નીતીશની વિડંબના એ છે કે તેઓ વડાપ્રધાન બની શકતા નથી

છેદી પાસવાને કહ્યું કે, નીતિશ કુમારને ખૂબ જ “મહત્વાકાંક્ષી અને અવિશ્વસનીય વ્યક્તિ” ગણાવતા કહ્યું કે, નીતીશ કુમાર PM બનવા માટે દાઉદ ઈબ્રાહિમ સાથે હાથ મિલાવી શકે છે, પરંતુ નીતીશની વિડંબના એ છે કે તેઓ વડાપ્રધાન બની શકતા નથી.

ભ્રષ્ટાચાર પર ચૂપ્પી સાધી

નીતીશ કુમારના ડેપ્યુટી સીએમ રહી ચૂકેલા બીજેપી નેતા તારકિશોર પ્રસાદે સીએમ નીતિશ કુમારને પૂછ્યું કે તેઓ ભ્રષ્ટાચારના મામલામાં મૌન કેમ છે? બિહારના ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમએ કહ્યું, કે તેમણે ભાજપ પર JD(U)ને તોડવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો, પરંતુ ભ્રષ્ટાચારના મુદ્દે તેઓ મૌન રહ્યા. જાણે કે લાલુ પ્રસાદ યાદવના પરિવારનો દામન હવે ચોખ્ખો થઈ ગયો છે. તેમણે કહ્યું કે નીતીશ કુમારે બિહારના જનાદેશનું અપમાન કર્યું છે. 2017માં તેમણે ભ્રષ્ટાચારના આરોપમાં આરજેડી સાથે ગઠબંધન તોડી નાખ્યું હતું.

READ ALSO

Related posts

તેલંગાણા સીએમ કેસીઆરે તેલંગાણા રાષ્ટ્ર સમિતિને બનાવી દીધી ભારત રાષ્ટ્ર સમિતિ, રાષ્ટ્રીય રાજનીતિમાં પ્રવેશનો તખ્તો તૈયાર

HARSHAD PATEL

PM મોદીના શાંતિ આહ્વાન બાદ ઝેલેન્સકી પુતિન સાથે વાતચીત નહીં કરે, શાંતિ પ્રયાસોમાં યોગદાન આપવા માટે ભારતની તૈયારી

pratikshah

લગ્નજીવનને ખુશહાલ બનાવવા માટે અપનાવો આ 5 ટિપ્સ, જીવન બની જશે ‘ગુલઝાર’

Hemal Vegda
GSTV