GSTV
Home » News » મોદીની મુશ્કેલી વધી : સહયોગી પાર્ટી જેડીયુના બગાવતી તેવર, સરકારના બિલનો કરશે વિરોધ

મોદીની મુશ્કેલી વધી : સહયોગી પાર્ટી જેડીયુના બગાવતી તેવર, સરકારના બિલનો કરશે વિરોધ

આગામમાં નાગરિકતા બિલમાં શરૂઆતથી જ મુશ્કેલીઓ પડી છે. હવે જેડીયુ પણ તેનો વિરોધ કરે છે. હાલમાં જ એનડીએલથી અલગ પડેલી આસામ ગણ પરિષદની રેલીમાં જેડી(યુ) પણ સામેલ થશે. આ બિલના વિરોધમાં પૂર્વોત્તરના રાજ્યોમાં પણ પ્રદર્શનો થઈ રહ્યા છે. નીતીશકુમારની જેડીયુ એ પણ તેમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. જેડીયુના પ્રવકતા કે.સી. ત્યાગી અને પ્રશાંત કિશોર આસામ જશે.

સમાજવાદી આંદોલનની પરંપરાનો સવાલ

કે.સી. ત્યાગીએ જણાવ્યું હતું કે કલમ ૩૭૭ હોય, યુનિફોર્મ સિવિલ કોડ હોય કે રામજન્મભૂમિ હોય પણ સમાજવાદી આંદોલનની પરંપરાનો સવાલ છે. પક્ષ પોતાના જૂના વલણ પર અડગ છે. જેડીયુ આસામના સિટિઝનશિપ બિલનો વિરોધ કરશે. આ માટે જે સંઘર્ષ કરે છે તેમને સાથ આપવા પોતે પણ આસામ જશે.

૨૩મી જાન્યુઆરીએ ૩૫ સંગઠનો વિરોધ પ્રદર્શન કરશે

સિટિઝનશિપ બિલના વિરોધમાં ગુવાહાટીમાં ૨૩મી જાન્યુઆરીએ ૩૫ સંગઠનો વિરોધ પ્રદર્શન કરશે. ત્યારબાદ ૨૪ તારીખે ભાજપ તેનો જવાબ આપશે. ૨૪ તારીખે ૨૫ હજાર પંચાયત સભ્યો સાથે ભાજપ રેલી કરશે. આ બિલના વિરોધમાં આસામ ગણ પરિષદે એનડીએ સરકારથી અલગ થવાનું જાહેર કર્યું છે. બોડો પીપલ્સ ફ્રન્ટ પણ સમર્થન પાછું ખેંચે તેવી શક્યતા છે. તેથી સોનાવાલ સરકાર પર ખતરો વધી ગયો છે. ૧૨૬ બેઠકોની વિધાનસભામાં ભાજપ પાસે ૬૧ બેઠક છે. બહુમતી માટે ૬૪ જોઇએ.

૪૦ લાખ ઘૂસણખોરો હજુ ભારતમાં

ઉલ્લેખનીય છે કે ૧૯૭૧માં બાંગ્લાદેશ બન્યો ત્યારે આસામ અને પૂર્વોત્તરમાં ગેરકાનુની ઘૂસણખોરી થઇ હતી. રાજીવ ગાંધીની સરકારે તેને બહાર કાઢી મૂકવાનો નિર્ણય કરેલો. તાજેતરમાં નેશનલ રજિસ્ટરમાં જણાવ્યું કે ૪૦ લાખ ઘૂસણખોરો હજી ભારતમાં છે. સિટિઝનશીપ બિલ બન્યા બાદ મુસ્લિમ સિવાયના લઘુમતીઓને છ વર્ષમાં જ નાગરિકતા આપવાની જોગવાઇ છે, તે માટે દસ્તાવેજની જરૂર નથી. આ બિલ લોકસભામાં પસાર થયા પછી પણ વિરોધ મોટા પાયે ચાલુ જ છે.

Related posts

સુરતના જાણીતા ડાયમંડ વેપારીના અધિકારીની બેગ વિમાનમાથી ચોરી થતા ચકચાર

Nilesh Jethva

સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રથમ વર્ષગાંઠની ઉજવણીમાં PM મોદી અને અમિત શાહ આવશે ગુજરાત,

Mansi Patel

સાઉથની સિનેમાને અવગણવા પર ચિરંજીવીની વહુ નારાઝ, પીએમ મોદી પર ઉઠાવ્યા સવાલ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!