GSTV

મારા ભાઈ સમાન મિત્રનો દિકરો એટલે સાંભળી રહ્યો, વિધાનસભામાં તેજસ્વી પર ભડકેલા નીતિશે ખરી ખોટી સંભળાવી

બિહાર વિધાનસભાની અંદર રાજ્યપાલ ફાગુ ચૌહાણના અભિભાષણ પરની ચર્ચા દરમિયાન મુખ્યમંત્રી નીતિશકુમારે વિપક્ષ નેતા તેજસ્વી યાદવ પર ગુસ્સે ભરાયા હતા. અને તેમને ઘણું ખરું ખોટું સંભળાવી દીધું. નીતિશ કુમારને આ પહેલા ક્યારે આટલા ગુસ્સામાં કોઈએ જોયા નહીં હોય.

તેઓ 1991માં થયેલી એક હત્યાના ગુનામાં સામેલ

તેજસ્વી યાદવ પર હુમલો કરતાં નીતિશ કુમારે કહ્યું કે મારા ભાઈ જેવા મિત્ર ( લાલુ પ્રસાદ)નો દિકરો છે એટલા માટે હું તેને સાંભળી લઉં છું. હકિકતમાં વિપક્ષી નેતા તેજ્સવી યાદવે વિધાનસભામાં બોલતા મુખ્યમંત્રી નીતિશ કુમાર પર શાબ્દિક હુમલો કરતાં આરોપ લગાવ્યો કે તેઓ 1991માં થયેલી એક હત્યાના ગુનામાં સામેલ છે.

તેમણે જે નીતિશકુમાર પર આરોપો લગાવ્યા તે ખોટા નથી

તેજસ્વીએ નીતિશ ઉપર કન્ટેન્ટ ચોરીના મામલે તેમના પર લાગેલા 25 હજાર રૂપિયાના દંડની સરાહના કરતાં બોલ્યા. તેજસ્વી યાદવના ભાષણ પછી સંસદીય કાર્યમંત્રી વિજયચૌધરીએ નીતિશ કુમારનો બચાવ કરતાં કહ્યું કે સીએમના ઉપર હત્યાનો જે મામલો ચાલી રહ્યો હતો તેનાથી સુપ્રિમ કોર્ટે સમાપ્ત કરી દીધો છે. અને તે કારણે આ મુદ્દો ઉઠાવવો યોગ્ય નથી. વિજય ચૌધરીએ વિધાનસભા અધ્યક્ષ પાસે માગ કરી કે તેજસ્વી યાદવના આ આરોપોને વિધાનસભાની કાર્યવાહીમાંથી હટાવી દેવા જોઈએ. તેના પર તેજસ્વી યાદવે ફરીથી ઊભા થઈને કહ્યું કે તેમણે જે નીતિશકુમાર પર આરોપો લગાવ્યા તે ખોટા નથી.

નાયબમુખ્યમંત્રી કોણે બનાવ્યા ખબર છે ?

આ પછીથી નીતિશ કુમાર ગુસ્સામાં પોતાની જગ્યા પર ઊભા થયા અને કહ્યું, જે વાતો આ બોલી રહ્યા છે તેની તપાસ થવી જોઈએ. અને તેમની વિરુદ્ધ કાર્યવાહી થશે. આ જૂઠ્ઠું બોલી રહ્યા છે. મારા ભાઈ સમાન મિત્રનો દિકરો છે એટલે હું તેને સાંભળતો રહ્યો છું. તેના પિતાને વિધાયક દળના નેતા કોણે બનાવ્યા હતા તેને ખબર છે? તેને નાયબ મુખ્યમંત્રી કોણે બનાવ્યા હતા ખબર છે? તેના ઉપર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા તો અમે તેને કહ્યું કે જવાબ આપો, પરંતુ જ્યારે જવાબ ન આપ્યો તો અમે અલગ થઈ ગયા. અમે કાંઈ નથી બોલતા. તેજસ્વી પર ચાર્જશીટ છે. 2017માં કેમ સ્થિતિ સ્પષ્ટ નહોતી કહી ? નીતિશ કુમાર ગુસ્સે થઈને બોલ્યા તે પછી વિધાનસભામાં અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ધાંધલ ધમાલ મચી અને સ્પીકરે વિધાનસભાની કાર્યવાહીને સ્થગિત કરી દીધી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

VIDEO/ ઓ બાપ રે, રોડ પર ગાડી લઈને નિકળી પડ્યું આ ટેણિયું, ગાડીઓની કાપી રહ્યું છે સાઈડ

Pravin Makwana

આખરે ક્યારે હટશે રાત્રી કરફયૂ?, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી સ્પષ્ટતા

Pritesh Mehta

જાણવા જેવા નિયમો: 2000ની નોટ ફાટી જાય તો બેંક કેટલું આપશે રિફંડ, આ પ્રકારની નોટો બેંક ક્યારેય નહીં સ્વિકારે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!