GSTV

નીતિશ કુમાર ભાજપને આપશે દગો : એકલા હાથે ચૂંટણી લડવાના આ છે દાવપેચ, હવે કરી આ માગ

વર્ષના અંત સુધીમાં બિહારમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ જશે. ત્યારે આ ચૂંટણીને ધ્યાને રાખી અત્યારથી જ બિહારમાં રાજકીય પાર્ટીઓ એક્શન મોડમાં આવી ગઈ છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ફરી એક વાર બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની વાત કહી છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે આ અંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે વાત કરી છે.

બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગ

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે શુક્રવારના રોજ ઓડિશાના ભૂવનેશ્વરમાં પૂર્વિય ક્ષેત્રિય બેઠક દરમિયાન આ વાત કહી હતી. તેમણે ગૃહમંત્રી અમિત શાહ પાસે માગ કરી છે કે, બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવે. આ અગાઉ પણ નીતિશ કુમાર અનેક વખત બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની વાત કહી ચુક્યા છે.

તેજસ્વી યાદવ અને નીતિશ કુમારની મુલાકાત, એક સંયોગ કે પ્રયોગ

અહીં ઉલ્લેખનીય છે કે, બિહારમાં થોડા સમય બાદ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે આવા સમયે બિહારના દરરોજ નવા નવા સમીકરણો બની રહ્યા છે. હાલમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર અને વિપક્ષના નેતા તેજસ્વી યાદવે મુલાકાત કરી હતી. તો હવે નીતિશ કુમારે સીધુ અમિત શાહને જ વિશેષ રાજ્યનો દરજજો આપવાની વાત કહી છે.

એનઆરસી વિરુદ્ધ પ્રસ્તાવ પાસ કર્યો

બિહાર વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન મંગળવારના રોજ ત્રણ વર્ષ બાદ મુખ્યમંત્રી નીતિશ કુમારે અને વિપક્ષના નેતા તેજસ્વી યાદવ વચ્ચે પ્રાઈવેટ રૂમમાં 20 મીનિટ સુધી ચર્ચા થઈ હતી, જે બાદ નીતિશ કુમારે સાથી પક્ષ ભાજપની અવગણના કરી વિધાનસભામાં એનઆરસી વિરુદ્ધ પ્રસ્તાવ પાસ કર્યો હતો. જ્યાં તેમણે 2010ના આધાર પર જ એનઆરસી લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે.

READ ALSO

Related posts

રાજકોટની હોસ્પિટલમાં થયેલા અગ્નિકાંડ બાદ બરોડા અને સુરતનું તંત્ર આવ્યું હરકતમાં

Nilesh Jethva

ભારતીય નેવીના સૂત્રોનો દાવો, ચીનના રિસર્ચ શિપની સંખ્યા હિંદ મહાસાગર સતત વધી રહી છે

Nilesh Jethva

પાકિસ્તાને ઉશ્કેરણીજનક ફાયરિંગમાં બે જવાન શહિદ, ભારતીય સેનાએ કર્યો વળતો પ્રહાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!